#MeToo મામલે લતા મંગેશકરે આપ્યું મોટું નિવેદન, કહ્યું કે...
હાલમાં બોલિવૂડમાં અનેક ટોચની હસ્તીઓ પર જાતીય શોષણનો આરોપ લાગી રહ્યો છે
મુંબઈ : દેશમાં #MeToo કેમ્પેઇન વેગ પકડી રહ્યું છે. બોલિવૂડની અનેક સેલિબ્રિટીઓ પર જાતીય શોષણનો આરોપ લાગ્યો છે. #MeToo મામલે અનેક સેલિબ્રિટીઓએ પોતાનું નિવેદન આપ્યું છે. હાલમાં મહાન ગાયિકા લતા મંગેશકરે પણ #MeToo મામલે મોટું નિવેદન આપ્યું છે. આઇએએનએસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ગાયિકા લતા મંગેશકરે કહ્યું છે કે ''દરેક મહિલાની ગરીમાનું સન્માન થવું જોઈએ. એ તેમનો હક છે. મારી સાથે ખરાબ વ્યવહાર કરનાર કોઈ બચી નથી શક્યું.''
#MeToo : હવે ચિત્રાંગદા સિંહે શારીરિક શોષણ મામલે ફોડ્યો નવો બોંબ
લતા મંગેશકરે પોતાની બહેન મીનાની જીવનકથા 'મોતી તિચી સાવલી'ના લોન્ચિંગ વખતે #MeToo મામલે નિવેદન આપ્યું છે. #MeToo અભિયાન મામલે લતા મંગેશકરે કહ્યું છે કે 'એક કામકાજી મહિલાને સ્પેસ આપવી જોઈએ કારણ કે એ એનો હક છે. જો કોઈ એમાં જબરદસ્તીથી હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરે તો એને બોધપાઠ મળવો જ જોઈએ.'
સુસ્મિતાને મળી ગયો છે સુપરહોટ બોયફ્રેન્ડ, ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે તસવીર !
હોલિવૂડ પછી હવે બોલિવૂડમાં #MeToo અભિયાન એક્શન મોડમાં આવી ગયું છે. #MeToo અંતર્ગત અનેક બોલિવૂડ સેલિબ્રિટી પર આરોપ લાગ્યા છે. આ સેલિબ્રિટીઓમાં નાના પાટેકર, આલોક નાથ, વિકાસ બહેલ, રજત કપૂર, કૈલાશ ખેર, અભિજીત ભટ્ટાચાર્ય, સુભાષ ઘઇ, સાજિદ ખાન, શક્તિ કપૂર, સુભાષ કપૂર, ચેતન ભગત અને પિયુષ મિશ્રાનો સમાવેશ થાય છે.