Salman Khan ને પનવેલના ફાર્મહાઉસમાં મારવાનો બનાવ્યો હતો પ્લાન, ગેંગસ્ટરે કર્યો મોટો ખુલાસો
Conspiracy to kill Salman Khan: મુંબઇના વાજા વિસ્તારમાં પનવેલમાં કપિલ પંડિત, સંતોષ જાદવ, સચિન બિશ્નોઇ થાપન એક ભાડાના મકાનમાં રોકાયો હતો. પનવેલમાં બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનનું ફાર્મ હાઉસ છે, તો તે ફાર્મ હાઉસના રસ્તે લોરેન્સના શૂટર્સે રીતસર રેકી કરી આ રૂમ ભાડે લીધો હતો અને લગભગ દોઢ મહિનો અહીં રોકાયો હતો.
Salman Khan : બોલીવુડ અભિનેતા સલમાન ખાનને પનવેલના ફાર્મ હાઉસમાં મારવાનું કાવતરું મોટાભાગે તૈયાર કરી લેવામાં આવ્યું હતું. પંજાબ પોલીસ સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર ગેંગસ્ટર કપિલ પંડિતે પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડ મામલે તપાસ કરી રહેલી માનસા પોલીસે જ્યાર તાજેતરમાં પકડેલા ગેંગસ્ટર કપિલ પંડિત સાથે પૂછપરછ કરી ત્યારે તેણે સમગ્ર પ્લાન વિશે ખુલાસો કર્યો.
તેણે જણાવ્યું કે લગભગ દોઢ મહિના સુધી સલમાન ખાનના પનવેલના ફાર્મ હાઉસના નજીક જ ગેંગસ્ટર રોકાતા હતા. ફાર્મ હાઉસની અંદર જ સલમાન ખાનને જાનથી મારી નાખવાનું કાવતરું રચાયું હતું પરંતુ આકરી સુરક્ષા અને સલમાનની પર્સનલ સિક્યોરિટીના લીધે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના આદેશ છતાં સલમાન ખાનનને મારવાના કાવતરાને ગેંગસ્ટર સફળ બનાવી શક્યા નહી.
Stale Chapati: વાસી રોટલી ખાતા હોય તો આજે જ બંધ કરી દેજો, નહીંતર શરીરની પથારી ફેરવાઇ જશે
શું હતો સલમાનને મારવાનો પ્લાન
જોકે સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડ પહેલાં લોરેન્સ બિશ્નોઇએ ફરી એકવાર સલમાન ખાનને મારવાનો પ્લાન બી તૈયાર કર્યો હતો. આ પ્લાનને લીડ કરી રહ્યો હતો ગોલ્ડી બરાર લોરેન્સ બિશ્નોઇ ગેંગનો એક શાર્પ શૂટર કપિલ પંડિત જેને તાજેતરમાં જ ભારત નેપાળ બોર્ડર પરથી દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને પંજાબ પોલીસે જોઇન્ટ ઓપરેશનમાં ધરપકડ કરી લીધી છે.
મુંબઇના વાજા વિસ્તારમાં પનવેલમાં કપિલ પંડિત, સંતોષ જાદવ, સચિન બિશ્નોઇ થાપન એક ભાડાના મકાનમાં રોકાયો હતો. પનવેલમાં બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનનું ફાર્મ હાઉસ છે, તો તે ફાર્મ હાઉસના રસ્તે લોરેન્સના શૂટર્સે રીતસર રેકી કરી આ રૂમ ભાડે લીધો હતો અને લગભગ દોઢ મહિનો અહીં રોકાયો હતો.
શૂટર્સે સુરક્ષા ગાર્ડ સાથે કરી હતી મિત્રતા
એટલું જ નહી શૂર્ટર્સે રીતસર તે રોડની પણ રેકી કરી જે રોડ પરથી સલમાન ખાન પનવેલના ફાર્મ હાઉસનો રસ્તો જતો હતો. તે રોડ પર ખૂબ ખાડા હતા તો સલમાન ખાનની ગાડીની સ્પીડ ફાર્મ ફાઉસ સુધી ફક્ત 25 કિમી પ્રતિ કલાકની રહેતી હતી. લોરેન્સના શૂટર્સે અહીં સુધી કે સલમાનના ફાર્મ હાઉસના સુરક્ષા ગાર્ડ્સ સાથે સલમાન ખાનના ફેન બનીને મિત્રતા કરી લીધી હતી જેથી સલમાન ખાનની મૂવમેન્ટની તમામ જાણકારી શૂટર્સે મળી શકે. બે વાર સલમાન ખાન તે દરમિયાન પોતાના ફાર્મ હાઉસ પર આવ્યા પરંતુ લોરેન્સના શૂટર્સ એટેક કરવાનું ચૂકી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube