નવી દિલ્હીઃ ભારતની સ્વર કોકિલ કંઠી લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને કોરોના સંક્રમિત થયા બાદ 8 જાન્યુઆરીએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરના નિધનના સમાચારે મનોરંજન જગતમાં મૌન છવાઈ ગયું છે. તેમના નિધન પર નેતાઓએ તેમના નિધનને દેશ માટે ખોટ ગણાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાયિકા લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે "ભારત રત્ન, લતાજીની સિદ્ધિઓ અતુલનીય રહેગી.


PMએ કહ્યું- દેશ માટે છોડી ગયા ખાલીપન
પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'દર્દ' વ્યક્ત કરતાં દયાળુ અને સંભાળ રાખનારી લતા દીદી આપણને છોડીને ચાલ્યા ગયા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે તેઓ આપણા દેશમાં એક ખાલીપો છોડીને ગયા છે, જે કદી ભરાઈ શકે તેમ નથી. આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના દિગ્ગજ તરીકે યાદ કરશે, જેમના મધુર અવાજમાં લોકોને મંત્રમુગ્ધ કરવાની અપ્રતિમ ક્ષમતા હતી.


પીએ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે લતા દીદીના ગીતોએ ઘણી લાગણીઓ જગાડી. તેમણે દાયકાઓ સુધી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં આવેલા ફેરફારોને નજીકથી જોયા હતા. ફિલ્મો ઉપરાંત, તે હંમેશા એક મજબૂત અને વિકસિત ભારતને જોવા માંગતી હતી. હું તેણે પોતાનું સમ્માન માનું છું કે મને હંમેશાં લતા દીદી તરથી અપાર પ્રેમ મળ્યો. તેમની સાથેની મારી વાતચીત અવિસ્મરણીય રહેશે. લતા દીદીના નિધન પર હું મારા સાથી ભારતીયો સાથે શોક વ્યક્ત કરું છું. તેમના પરિવાર સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ.


રાહુલે કહ્યું- પ્રશંસકોને દિલમાં રહેશે અવાજ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કરતા કહ્યું કે તેમને લતા મંગેશકરના નિધનના દુઃખદ સમાચાર મળ્યા છે. તે ઘણા દાયકાઓ સુધી ભારતનો સૌથી પ્રિય અવાજ રહ્યો. તેમનો સોનેરી અવાજ અમર છે અને તેમના ચાહકોના હૃદયમાં ગુંજતો રહેશે.


તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.


સંગીત પેઢીઓ સુધી યાદ રહેશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે લતા મંગેશકરનું નિધન દેશ માટે મોટી ખોટ છે. તેમનું સંગીત ઘણી પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. હું પ્રાર્થના કરું છું કે તેમની આત્માને શાંતિ મળે.


કેજરીવાલે ગણાવ્યો યુગનો અંત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું છે કે ભારતના મહાન લતા મંગેશકર જીનું અવસાન ભારતમાં સંગીતના યુગનો અંત છે. તેમનો મધુર અવાજ આપણા બધામાં અને સમગ્ર વિશ્વમાં હંમેશા અમર રહેશે. દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રભુને પ્રાર્થના. ઓમ શાંતિ.


ડૉ.સુભાષ ચંદ્રાએ કહ્યું- રાષ્ટ્રે ગુમાવ્યો રાગનો સ્ત્રોત
રાજ્યસભાના સભ્ય ડૉ. સુભાષ ચંદ્રાએ ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર ટ્વીટ કર્યું અને લખ્યું કે રાષ્ટ્રે આજે રાગનો સ્ત્રોત ગુમાવ્યો છે! એક યુગનો અંત. ભગવાન લતા દીદીના આત્માને શાંતિ આપે. આ પરિમાણના નુકસાનને વ્યક્ત કરવા માટે શબ્દો ક્યારેય પૂરતા નથી.


સંજય રાઉતે ટ્વીટ કરીને આપી હતી માહિતી 
જ્યાકે, અગાઉ શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે મહાન ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું છે. તબીબોએ શનિવારે અગાઉ માહિતી આપી હતી કે લતા મંગેશકરની તબિયત સ્થિર હોવાથી તેમને વેન્ટિલેટરથી ICUમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અચાનક તેમની તબિયત બગડવા લાગી હતી.