B`Day special અરૂણ ગોવિલ : રામના રોલ માટે છોડી હતી ખરાબ લત, જાણો અત્યારે ક્યાં છે...
આજે પણ દેશમાં ભગવાના રામના ઓનસ્ક્રીન રોલ માટે કોઈનો ચહેરો યાદ આવે તો એ અરૂણ ગોવિલ છે
નવી દિલ્હી : એક એવો તબક્કો હતો જ્યારે રામાનંદ સાગરની સિરિયલ 'રામાયણ'ની ચારે તરફ બોલબાલા હતા. આ સિરિયલના કલાકારોને એટલી ખ્યાતિ મળી હતી કે મૂર્તિકારોએ ભગવાન રામ-સીતાની મૂર્તિઓને તેમનો ચહેરો આપવાનું શરૂ કરી દીધું હતું. આજે દેશના સૌથી લોકપ્રિય ભગવાન રામ અરૂણ ગોવિલ તેમનો 61મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે જાણીએ તેમના જીવનની ખાસ વાતો.
અરૂણ ગોવિલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ભગવાન રામનો રોલ મેળવવાનું તેમના માટે સહેલું નહોતું. તેમણે કહ્યું છે કે ''એ જમાનામાં બહુ મોટા બજેટ સાથે આ સિરિયલ બની રહી હતી જેના કારણે લીડ કલાકારો પસંદ કરવાનું થોડું અઘરું હતું. મેં આ રોલ માટે ઓડિશન આપ્યું હતું પણ મને રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. રામાનંદ સાગરે મને રિજેક્ટ કરી દીધો હતો કારણ કે મને સિગારેટની લત હતી. આખરે મેં આ લત છોડી પછી જ મને આ રોલ માટે પસંદ કરવામાં આવ્યો હતો.''
મુંબઈ પોલીસે શેયર કર્યું 'ગલી બોય'નું મજેદાર મીમ, જોઈને રોકી નહીં શકો હસવાનું
હાલમાં અરૂણ ગોવિલ મુંબઈમાં પ્રોડક્શન હાઉસ ચલાવે છે. તેઓ હવે ડીડી નેશનલ માટે સિરિયલ બનાવે છે અને સામાજિક કામો સાથે પણ જોડાયેલ છે. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના રામનગરમાં થયો હતો અને તેમણે પ્રાથમિક શિક્ષણ ઉત્તરપ્રદેશમાંથી લીધું હતું. તેઓ 1975માં મુંબઈ આવી ગયા અને ભાઈના બિઝનેસમાં સાથે કામ કરવા લાગ્યા. એ સમયે અરૂણ માત્ર 17 વર્ષના હતા. અરૂણે રામાયણ સિવાય 'ઇતની સી બાત', 'શ્રદ્ધાંજલિ', 'જિયો તો એસે જિયો' અને 'સાવન કો આને દો' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.