મુંબઇ: પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ મુંબઇના 22 પ્રમુખ સ્થાનો પર પોલીસફોર્સ માટે ખાસ કરીને મહિલા પોલીસકર્મીઓ માટે સંપૂર્ણ રીતે સુસજ્જિત ટેન્ટ અને બોલિવૂડ ફિલ્મ સ્ટાર્સની વેનિટી વાન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. આ પહેલને 'મિશન સુરક્ષા' નામ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિલ્ડ દ્વારા બહાર પડ્યું નિવેદન
ગિલ્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે અમને અમારી સુરક્ષા રાખનારાઓ માટે 'મિશન સુરક્ષા' લોન્ચ કરવામાં આનંદ થઈ રહ્યો છે. ખાસ કરીને તે મહિલાઓ જે બંદોબસ્ત ડ્યૂટી પર છે. બોલિવૂડ સિતારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી અને સંપૂર્ણ રીતે સુસજ્જિત વેનિટી વાન અને ટેન્ટ શહેરના 22 પ્રમુખ જગ્યાઓ પર બ્રેક ટાઈમ દરમિયાન આરામ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. આ પગલું મુંબઇમાં ચાલતા લૉકડાઉન દરમિયાન બોલિવૂડ સિતારાઓ દ્વારા સોશિયલ મીડિયા પર મુંબઇ પોલીસના વખાણ કર્યા બાદ લેવાયું છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube