લોકેશ રાહુલ-અથિયા શેટ્ટીની શરણાઈ વાગશે, સાઉથ ઈન્ડિયન રીતે થશે લગ્ન!
અથિયા શેટ્ટી અને લોકેશ રાહુલના લગ્ન પણ બિગ ફેટ બોલીવુડ વેડિંમ થવાના છે. સુનિલ શેટ્ટી અને માના શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી બોયફ્રેન્ડ લોકેશ રાહુલ સાથે 2022ની ઠંડી સુધીમાં લગ્ન કરી લેશે.
મુંબઈ: અથિયા શેટ્ટી અને લોકેશ રાહુલના લગ્ન પણ બિગ ફેટ બોલીવુડ વેડિંમ થવાના છે. સુનિલ શેટ્ટી અને માના શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી બોયફ્રેન્ડ લોકેશ રાહુલ સાથે 2022ની ઠંડી સુધીમાં લગ્ન કરી લેશે. લખનઉ સુપરજાયન્ટ્સના કેપ્ટન,ક્રિકેટર લોકેશ રાહુલ અને અભિનેત્રી અથિયા શેટ્ટીના રિલેશનશિપની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંને આ વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કરી શકે છે. બંને છેલ્લાં ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ફરહાન અખ્તર-શિબાની દાંડેકર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પછી હવે લોકેશ રાહુલ અને અથિયા શેટ્ટીનો નંબર છે.
કેવી રીતે થશે લગ્ન:
શેટ્ટી પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું કે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કપલના પેરેન્ટ્સ લોકેશ રાહુલ અને એથિયા શેટ્ટીને ખૂબ પ્રેમ કરે છે. જો બધું યોગ્ય રહેશે તો બંને આ વર્ષે 2022ના અંત સુધી પતિ-પત્નીના સંબંધમાં બંધાઈ જશે. જણાવી દઈએ કે સુનિલ શેટ્ટી એક મેંગ્લોરિયન તુલુ પરિવારમાં જન્મ્યો છે. તે સાઉથ ઈન્ડિયન છે. લોકેશ રાહુલ પણ મેંગલુરુ સાથે સંબંધ ધરાવે છે. કહેવામાં આવી રહ્યું છે કે અથિયા શેટ્ટી અને લોકેશ રાહુલના લગ્ન સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પર શેર કરે છે બોન્ડિંગ:
અથિયા શેટ્ટી હોય કે લોકેશ રાહુલ બંને સોશિયલ મીડિયા ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર પોતાની ટ્રિપની તસવીરો શેર કરે છે. બંનેના ફેન્સને તેમની તસવીરો સારી લાગે છે. બંને એક આઈ વિયરની બ્રાન્ડ એન્ડોર્સ કરે છે. અભિનેત્રીના ભાઈ અહાન શેટ્ટી અને પિતા સુનિલ શેટ્ટી પણ લોકેશ રાહુલ સાથે સારું બોન્ડિંગ રાખે છે. જાહેર કાર્યક્રમમાં પણ લોકેશ રાહુલ શેટ્ટી પરિવાર સાથે જોવા મળે છે. એટલે હવે બધું નક્કી થઈ ગયું છે. હવે રાહ જોવાઈ રહી છે શરણાઈ વાગવાની.