Kangana Ranaut: હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ-કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો દ્વારા જાહેર જીવનની હસ્તીઓ ખાસ કરીને ક્રિકેટર્સ, સ્પોટ્સ પર્સન અને બોલીવુડના કલાકારોને ટિકિટ આપીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવા જ લીસ્ટમાં સામેલ છે બોલીવુડની ક્લીન ગણાતી કંગના રનૌતનું નામ. ભાજપે કંગનાને મંડી બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંગનાને પૂછવામાં આવ્યું કે, રાજનીતિ અને ફિલ્મ બન્નેનું તાલમેલ કઈ રીતે કરીશ, ત્યારે કંગનાએ જવાબ આપ્યો હતોકે, હું ફિલ્મોમાં ફસાઈ ગઈ છું. હું લોકો માટે કંઈક કરવા માંગું છું. હું રિલ નહીં પરંતું રિયલ લાઈફમાં લોકો માટે કંઈક કરવા ઈચ્છું છું. રાજનીતિમાં મને સારું પ્લેટફોર્મ મળ્યું છે. જો હું મંડી થી જીતીશ, લોકોનો મને ખુબ સારો સહકાર મળશે, તો બની શકે કે હું બોલીવુડ઼ છોડી દઉં અને રાજનીતિમાં સક્રિય થઈને લોકોની સેવા કરું. કંગના રનૌતે તાજેતરમાં જ રાજકારણ અને ફિલ્મી દુનિયા વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લઈને પણ એવી જાહેરાત કરી કે તેનું નિવેદન લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. અભિનેત્રીએ કહ્યું કે જો તે ચૂંટણી જીતશે તો તે ફિલ્મી દુનિયા છોડી શકે છે.

કંગના રનૌત બોલીવૂડ છોડી શકે છેઃ આ વખતે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત ભાજપની ટિકિટ પર મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. કંગના રનૌત દરરોજ રંગબેરંગી પોશાકમાં લોકોને મળી રહી છે અને તેમને વોટ કરવાની અપીલ કરી રહી છે. તાજેતરમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન અભિનેત્રીએ સંકેત આપ્યો હતો કે જો તે આ ચૂંટણી જીતશે તો તે બોલીવુડ છોડી શકે છે. જાણીએ બીજું શું કહ્યું અભિનેત્રીએ.

<svg width="50px" height="50px" viewBox="0 0 60 60" version="1.1" ></script>

બોલીવુડ છોડી દેશે કંગના?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ડાયનેમિક એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં જ એક નિવેદન આપ્યું છે જેનાથી લોકો ચોંકી ગયા છે. બોલિવૂડમાંથી રાજનીતિમાં પ્રવેશેલી કંગના રનૌતએ હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપતાં કહ્યુંકે, 'હું ફિલ્મોમાં પણ ફસાઈ જાઉં છું. હું અભિનયની સાથે સાથે ડાયરેક્ટ પણ કરું છું. જો મને રાજનીતિમાં ક્ષમતા દેખાઈ અને લોકો મારી સાથે જોડાશે તો હું રાજનીતિ કરીશ. કારણ કે હું માત્ર એક જ વસ્તુ કરવા માંગુ છું.

હું માત્ર રાજનીતિ કરીશ-
કંગનાએ આગળ કહ્યું- જો મને લાગે છે કે લોકોને મારી જરૂર છે તો હું તે દિશામાં જઈશ. જો હું મંડીમાંથી જીતીશ તો રાજકારણમાં સક્રિય થઈને જાહેર જીવન સાથે જોડાયેલી રહીશ. ઘણા ફિલ્મમેકર્સ મને કહે છે કે રાજકારણમાં ન જાવ. મને લાગે છે કે તમારે લોકોની અપેક્ષાઓ પ્રમાણે જીવવું જોઈએ. જો તમારી ઈચ્છાને કારણે લોકો હેરાન થતા હોય તો તે સારું નથી. મેં અત્યાર સુધી ખુબ જલસાવાળુ જીવન જીવ્યું છે. જો મને લોકો સાથે જોડાવાની તક મળશે તો હું તેનો મહત્તમ ઉપયોગ કરીશ. હું લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરવાનો પુરો પ્રયાસ કરીશ.

ફિલ્મ અને રાજકીય દુનિયામાં શું તફાવત છે?
કંગનાને પૂછવામાં આવ્યું કે રાજકારણ અને ફિલ્મી દુનિયામાં કેટલો તફાવત છે? જવાબમાં અભિનેત્રીએ કહ્યું- 'ફિલ્મો એક ખોટી દુનિયા છે. તે વાતાવરણ એટલા માટે બનાવવામાં આવ્યું છે કે લોકો આકર્ષિત થાય, પરંતુ રાજકારણ એ વાસ્તવિકતા છે. તમારે લોકોની અપેક્ષાઓ પ્રમાણે જીવવું પડશે. જોકે, અહીં આપવામાં આવેલી માહિતી અંગે ઝી મીડિયા પુષ્ટી કરતું નથી. અભિનેત્રી રાજનીતિમાં રહે અથવા ફિલ્મી દુનિયામાં એ એનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે.