નવી દિલ્હી : કરણ જોહરના હિટ રેડિયો શો 'કોલિંગ કરણ'ની બીજી સિઝન શરૂ થઈ ગઈ છે અને એમાં અનેક સેલિબ્રિટીઓ પોતાના દિલની વાત વ્યક્ત કરી ચૂકી છે. અંશુમાન ખુરાના, દિલજીત દોસાંજ અને કરીના કપૂર આ શોમાં વાત કરી ચૂક્યા છે. હાલમાં જ કરણના ખાસ મિત્ર રણબીર કપૂરે પણ કોલ કર્યો હતો. આ શોના બીજા સેશનમાં કરણે રેપિડ ફાયરમાં રણબીરને અનેક સવાલ કર્યા હતા. આના જવાબમાં રણબીરે પણ સામે અનેક સવાલ કર્યા હતા. આ સમયે કરણે જણાવ્યું હતું કે રણબીર દુનિયાનો સૌથી બહેતર પતિ સાબિત થશે અને તેણે આ લવ એડવાઇસ તેની ગર્લફ્રેન્ડને પણ આપી છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે કે રણબીર અને આલિયા એકબીજાને ડેટ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલમાં એકબીજાને ડેટ કરી રહ્યા છે અને એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બંને બહુ જલ્દી લગ્ન કરી શકે છે. રણબીર અને આલિયાએ પહેલા જ ઇશારો કર્યો છે કે તેઓ જલ્દી લગ્ન કરવા માગે છે. હવે મીડિયા રિપોર્ટ પ્રમાણે રણબીર અને આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ પુરું થશે એ પછી બંનેના પરિવારો ફેમિલી ડિનર પર મળવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, એ માટે ફિલ્મનું શૂટિંગ પુરું થવાની મોટી શરત મૂકાઈ છે. 


આલિયા અને રણબીર હાલમાં ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ માટે બલ્ગેરિયામાં છે અને પુરજોશમાં શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં દર્શકોને પહેલીવાર રિયલ લાઇફ લવબર્ડસને ઓનસ્ક્રીન જોવા મળશે. 


રણબીર કપૂરે એક ઇન્ટરવ્યૂમાં આલિયા વિશે વાત કરી છે કે આલિયા એક બહુ સારી વ્યક્તિ છે અને એના જીવનમાં વસંત લઈને આવી છે. આ સિવાય રણબીર અને આલિયાના પરિવાર વચ્ચે પણ સારું એવું બોન્ડિંગ છે. આલિયાની માતા સોની રાજદાન પણ રણબીરની મોટી ફેન છે. ‘સંજૂ’ ફિલ્મ પણ સોની અને નીતુએ સાથે મળીને જોઈ હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...