Love, Sex Aur Dhokha 2: વર્ષ 2010 માં આવેલી ફિલ્મ લવ સેક્સ ઓર ધોકા ની સિક્વલ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. એપ્રિલ મહિનામાં લવ સેક્સ ઓર ધોકા 2 ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટીઝર પણ લોન્ચ થવાનું છે. પરંતુ ટીઝર લોન્ચ થાય તે પહેલા ફિલ્મના ડાયરેક્ટર દિબાકર બેનર્જીએ ઓડિયન્સ માટે એક ડિસ્કેમર વિડીયો શેર કર્યો છે. દિબાકરે સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કરીને કહ્યું છે કે આ ફિલ્મ પરિવાર સાથે જોવાનું ટાળજો. સાથે જ ફિલ્મનું ટ્રેલર પણ પરિવાર સાથે ન જોવું. જે લોકો પુખ્ત વયના નથી તેમને પણ આ ફિલ્મ ન જોવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


દિબાકર બેનર્જીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જે વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાં ડાયરેક્ટરે કહ્યું છે કે એલએસડી ફિલ્મ બનાવો અને સાચું ન દેખાડો એવું શક્ય નથી. એલએસડી ફિલ્મમાં જે કર્યું હતું તે જ એલએસડી 2 ફિલ્મમાં કરવામાં આવ્યું છે એટલે કે જે સત્ય આસપાસ દેખાય છે તેને દેખાડવામાં આવ્યું છે. પરંતુ આજના સમયમાં લોકો સાચું માનતા નથી અને આંખ આડા કાન કરે છે. જો તમે પણ આવા લોકોમાંથી એક હોય તો આ ડિસ્ક્લેમર તમારા માટે છે કે એલએસડી 2 ફિલ્મ તો ઠીક પરંતુ તેનું ટીઝર કે ટ્રેલર પણ ન જોતા. 



દિબાકર બેનર્જીએ પોતાના સ્ટેટમેન્ટમાં એવું પણ કહ્યું છે કે જો તમે એડલ્ટ નથી તો પણ આ ફિલ્મનું ટીઝર કે ટ્રેલર જોવું નહીં. કારણ કે આ ટીનેજર બાળકોની વાત છે પરંતુ ટીનેજર બાળકોએ ફિલ્મ જોવી નહીં. જે લોકો પુખ્ત વયના છે અને તેઓ પોતાના પરિવાર સાથે ફિલ્મ જોવાનું વિચારે છે તો પહેલાથી જ તેમની સાથે ચર્ચા કરી લો. જો પરિવાર એવો છે જેની સાથે આ મુદ્દે વાત કરી શકાય નહીં તો પછી પરિવાર સાથે આ ફિલ્મ જોવા ન આવતા. આ ફિલ્મ તમે મિત્રો સાથે જુઓ, એકલા જુઓ કે ગર્લફ્રેન્ડ સાથે જુઓ પરંતુ પરિવારને સાથે રાખીને આ ફિલ્મ જોવાનું વિચારતા પણ નહીં.



Zee 24 Kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HMuWPQ6Glo7BF9PbHMHDrca