મેડમ તુસાદમાં શ્રીદેવીઃ 5 મહિનામાં 20 એક્સપર્ટ્સની ટીમે બનાવ્યું મીણનું પુતળું
શ્રીદેવીનો આજે જન્મદિવસ છે અને મેડમ તુસાદ સિંગાપુરે તેને વિશેષ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી છે. સિંગાપોરમાં આવેલા મેડમ તુસાદ મ્યુઝિયમે શ્રીદેવીના 56મા જન્મદિવસે તેના મીણના પુતળાને લોન્ચ કરવાની જાહેરાત કરી છે
સિંગાપોરઃ આજે શ્રીદેવીનો જન્મદિવસ છે. દિવંગત અભિનેત્રીને તેમના પરિજનો, પ્રશંસકો અને બોલિવૂડની સેલિબ્રિટીઝે યાદ કરી છે તો સિંગાપોરના મેડલ તુસાદ મ્યુઝિયમે શ્રીદેવીને વિશેષ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી છે. સિંગાપોરમાં આવેલા મેડમ તુસાદ મ્યુઝિયમે શ્રીદેવીના 56મા જન્મદિવસે તેના મીણના પુતળાને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અભિનેત્રીની યાદમાં મેડમ તુસાદ દ્વારા આ મીણનું પુતળું બનાવાયું છે.
શ્રીદેવીનું આ મીણનું પુતળું બનાવવા માટે 20 એક્સપર્ટ્સની ટીમે 5 મહિના સુધી કામ કર્યું છે. તેમણે શ્રીદેવીના પરિવાર સાથે મળીને તેના પોઝ, એક્સપ્રેશન, મેકઅપ અને આઈકોનિક આઉટફિટને રીક્રિએટ કરવા માટે સખત મહેનત કરી હતી. શ્રીદેવીનો તાજ, કફ્સ, ઈયરિંગ્સ અને ડ્રેસમાં રહેલી 3D પ્રિન્ટને અનેક ટેસ્ટ પછી તૈયાર કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રીદેવીનો આ આઈકોનિક લૂક તેની સુપરહિટ ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા'માં ગાયેલા ગીત 'હવા હવાઈ..'ના લૂકપર તૈયાર કરવામાં આવ્યો છે. ડ્રેસઅપ, ક્રાઉન, મેકઅપ અને હેર સ્ટાઈલ 'હવા હવાઈ...' ગીતના જેવો જ બનાવાયો છે.
બોલિવૂડના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....