આ છે ખતરાની ઘંટડી! દમણનો દરિયો બન્યો તોફાની! ઊંચા તોતિંગ મોજાં ઉછળ્યા, પર્યટકોને દુર ખસેડાયા

વલસાડની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ છે. દમણના તમામ વિસ્તારોમાં  વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે દરિયાકિનારે સુંદર દ્રશ્યો સર્જાયા હતા. 

આ છે ખતરાની ઘંટડી! દમણનો દરિયો બન્યો તોફાની! ઊંચા તોતિંગ મોજાં ઉછળ્યા, પર્યટકોને દુર ખસેડાયા

ઝી બ્યુરો/વાપી: દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ એ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે વલસાડની સાથે રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ આજે સવારથી જ વરસાદી માહોલ છે. દમણના તમામ વિસ્તારોમાં  વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે દરિયાકિનારે સુંદર દ્રશ્યો સર્જાયા હતા. એક બાજુ તોફાની દરિયો અને દરિયા કિનારા વિસ્તારમાં વરસી રહેલો વરસાદ સુંદર દ્રશ્ય સર્જાયા હતા. 

જોકે દમણના દરિયામાં હાલે ચોમાસાના કારણે ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળવાના કારણે અકસ્માતનો પણ ભય જોવા મળે છે. દમણના દરિયા કિનારા પર પ્રશાસન દ્વારા 144 મી ધારા લગાવી હોવાથી પર્યટકોને દરિયા કિનારાથી દૂર રખાયા છે. જોકે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે દમણનો આ દરિયા કિનારો પ્રવાસન માટે સૌથી મોટું સ્થળ છે.

આજે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ બીચ પર ઉમટ્યા હતા .જોકે પ્રવાસીઓ એ બાબતથી અજાણ હતા કે પ્રશાસન દ્વારા દરિયા પર જવાની મનાઈ ફરમાવવામાં આવી છે જોકે પ્રવાસીઓએ દૂરથી જ આ દરિયાને માણ્યો હતો ત્યારે ઝી 24 કલાક એ પણ પ્રવાસીઓ સાથે ખાસ વાતચીત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news