મુંબઈ : કરણ જોહરની મહત્વકાંક્ષી ફિલ્મ 'કલંક'માં આશરે બે દાયકા બાદ માધુરી દીક્ષિતની સાથે કામ કરનારા સંજય દત્તે આ અભિનેત્રી સાથે આગળ પણ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સંજય અને માધુરીની જોડી 90ના દાયકામાં સૌથી લોકપ્રિય જોડીઓમાંથી એક હતી. બંન્નેએ સાથે 'સાજન', 'ખલનાયક',  'થાનેદાર', અને 'ઇલાકા' જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઇગર ફેશન મામલે કરે છે આ સ્ટારની નકલ, જાણીને નહીં થાય વિશ્વાસ


સંજયે DNA સાથે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે માધુરી સાથે કામ કરવાનો અનુભવ સુખદ રહ્યો છે. અમે બે દાયકા કરતા વધારે સમયથી મળ્યા નથી. તે સારી એક્ટ્રેસ છે અને અમે બંને અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અમે કલંકમાં લાંબા સમય પછી એક સીનમાં કામ કર્યું છે અને આ અનુભવ શાનદાર રહ્યો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...