Mahesh Bhatt ની એસોસિએટનો ચોંકાવનારો ખુલાસો, `સુશાંતને સંભળાતા હતા અવાજો`
`લગભગ એક વર્ષથી સુશાંત સિંહ રાજપૂતએ ધીરે-ધીરે બહારી દુનિયાથી પોતાનો સંપર્ક તોડી દીધો હતો. સુશાંતને વિચિત્ર અવાજો સંભળાવવા લાગ્યા હતા. તેમને મહેસૂસ થતું હતું કે લોકો તેમને મારી રહ્યા છે.
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના કેસ પર ક્રાઇમ બ્રાંચે એક્ટિવ થઇ ચૂકી છે અને મુંબઇ પોલીસ સતત આ મામલે તપાસ કરી રહી છે. આ દરમિયાન મુકેશ ભટ્ટ (Mukesh Bhatt)એ ચોંકાવનારો ખુલાસો કરી કેસને બીજે ક્યાંક પહોંચાડી દીધો છે.
તાજેતરમાં જ મુકેશ ભટ્ટએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતના હાવભાવથી લાગતું હતું કે તેમની સાથે કંઇક ગરબડ છે અને એવું તેમણે પરવીન બોબી સાથે જોયું હતું. હવે તેમના ભાઇ મહેશ ભટ્ટ સાથે જોડાયેલી એસોસિએટ અને લેખિકા સુહ્યતા સેનગુપ્તાએ પણ કંઇક એવી વાતો કહી છે જે ડરામણી છે.
અમારી સહયોગી વેબસાઇટ Bollywoodlife.comના અનુસાર મીડિયા સાથે વાત કરતાં સુહ્યતા સેનગુપ્તા (Suhrita Sengupta)એ જણાવ્યું કે 'સુશાંત સિંહ રાજપૂત ફરી એકવાર ભટ્ટ સાહેબ સાથે 'સડક 2' મામલે મળવા આવ્યા હતા. તે ખૂબ વાતોડીયા હતા. તે કોઇપણ ટોપીક પર કરી શકતા હતા. ભલે તે ક્વાટંમ ફિજિક્સ હોય કે સિનેમા... તેમની પાસે ખૂબ બધી વાતો થતી હતી.
આ દરમિયાન ભટ્ટ સાહેબને સમજાઇ ગયું હતું કે સુશાંતની હાલત પરવીન બોબી જેવી થઇ ચૂકી છે. હવે ફક્ત દવાઓ જ તેમને ઠીક કરી શકે છે. રિયા ચક્રવતી ખૂબ પ્રયત્ન કરી હતી કે સુશાંત દવાઓ લે, પરંતુ સુશાંત સિંહ રાજપૂતએ દવાઓ લેવાની ના પાડી દીધી હતી.
લેખિકાએ આગળ કહ્યું કે 'લગભગ એક વર્ષથી સુશાંત સિંહ રાજપૂતએ ધીરે-ધીરે બહારી દુનિયાથી પોતાનો સંપર્ક તોડી દીધો હતો. રિયા ચક્રવાતી તેમની સાથે હતી, પરંતુ તે પણ વધુ સમય સુધી રહી શકતી ન હતી. હવે તે સમય આવી ગયો હતો જ્યારે સુશાંતને વિચિત્ર અવાજો સંભળાવવા લાગ્યા હતા. તેમને મહેસૂસ થતું હતું કે લોકો તેમને મારી રહ્યા છે.
એક દિવસ સુશાંત પોતાના ઘરે જ અનુરાગ કશ્યપની ફિલ્મ જોઇ રહ્યા હતા. ફિલ્મ જોતાજોતા તેમણે રિયાને કહ્યું હું અનુરાગ કશ્યપની ફિલ્મને ના કહી દીધું, હવે તે મને મારી નાખશે. સુશાંત સિંહ રાજપૂતની આ વાત સાંભળીને રિયા ખૂબ ડરી ગઇ હતી અને આ વાત રિયાએ મહેશ ભટ્ટ સાથે શેર કરી તો તેમણે તાત્કાલિક સુશાંતથી દૂર જવાની સલાહ આપી.
સેનગુપ્તાએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે મહેશ ભટ્ટ (Mahesh Bhatt)એ રિયાને સમજાવ્યું કે તે હવે કંઇપણ કરી શકે તેમ નથી અને જો તે તેમની સાથે રહેશે તો તેના પર ગાઢ અસર પડશે. રિયાએ સુશાંત સિંહ રાજપૂતથી અલગ થવાનો નિર્ણય કરી લીધો અને સુશાંત સિંહ રાજપૂતની બહેનની આવવાની રાહ જોઇ રહી હતી જેથી તે આવે અને તેમને સંભાળે, પરંતુ સુશાંત સિંહ રાજપૂત કોઇની વાત સાંભળવા રાજી ન હતા.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube