મુંબઈ : બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરની બહેન અને રિશી કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર પર પ્લેજરિઝમ (તફડંચી)નો આરોપ લાગ્યો છે. રિદ્ધિમા જ્વેલરી ડિઝાઇનર છે અને આ આરોપ પછી રિદ્ધિમા તરફથી માફી માંગવામાં આવી છે. પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી માફીમાં રિદ્ધિમાએ એ વાત પર ભાર મૂક્યો કે, તેના ત્યાં કોઈપણ પ્રકારના પ્લેજરિઝમને પ્રોત્સાહન આપવામાં આવતું નથી.


અમિતાભ બચ્ચને યૂપીના 1348 ખેડૂતોનું ચૂકવ્યું દેવું, પુત્રી શ્વેતા સાથે શેર કર્યો Photo


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિવાદ પછી રિદ્ધિમા કપૂરે નિવેદન  રજૂ કર્યું છે. સોશિયલ મીડિયા દ્વારા રિદ્ધિમાએ લખ્યું કે, ‘રિદ્ધિમા કપૂર સાહની જ્વેલરી અંતર્ગત અમે કોઈપણ પ્રકારની તફડંચીને પ્રોત્સાહિત કરતા નથી. Mikimoto Kokichi દ્વારા ડિઝાઈન મોતી અને ડાયમંડ ઈયરિંગ્સને પોસ્ટ કરતી વખતે ઓરિજિનલ ડિઝાઈનરને ટેગ ન કરવા માટે અમે માફી માગીએ છીએ. અમે દરેક ડિઝાઈનરનું સન્માન કરીએ છીએ અને ક્યારેય તેમની નકલ કે અપમાન નહીં કરીએ. ધન્યવાદ.’


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...