કંગનાથી બરાબર ગભરાયો હૃતિક, લેવાયો મોટો નિર્ણય
હૃતિક અને કંગના વચ્ચેનો વિવાદ જગજાહેર છે
મુંબઈ : કંગના પોતાની અત્યંત મહત્વાકાંક્ષી ફિલ્મ ‘મણિકર્ણિકા’ 2019માં ગણતંત્ર દિવસના અવસરે રિલીઝ કરવાની તૈયારી કરી રહી છે. આ દિવસે જ હૃતિક રોશનની ‘સુપર 30’ પણ રિલીઝ થવાની છે અને ઇમરાન હાશ્મીની ‘ચીટ ઇન્ડિયા’ પણ આ દિવસે જ થિયેટરમાં લાવવાનું પ્લાનિંગ છે. આ સંજોગોમાં શક્ય છે કે ‘સુપર 30’ના મેકર્સ એની ફિલ્મની રિલીઝની તારીખમાં ફેરફાર કરે.
મિડ-ડેના રિપોર્ટ પ્રમાણે હૃતિક પોતની ફિલ્મની રિલીઝની તારીખમાં ફેરફાર કરવા માગે છે. હકીકતમાં હૃતિક અને કંગના વચ્ચે થયેલો વિવાદ જગજાહેર છે. આ સંજોગોમાં હૃતિકે વિવાદથી બચવા માટે પીછેહઠ કરવાનું પસંદ કર્યું છે. આ મામલે ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ જણાવ્યું છે કે મેકર્સ આ ફિલ્મ માટે સોલો રિલીઝ ઇચ્છે છે અને આ માટે ફિલ્મને એક અઠવાડિયા પહેલાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ફિલ્મ કદાચ 18 જાન્યુઆરીએ રિલીઝ કરીશ શકાય છે.
ટ્રેડ એક્સપર્ટસનું પણ માનવું છે કે ત્રણ ફિલ્મોની ટક્કર કોઈ પણ ફિલ્મ માટે સારી નહીં રહે. હૃતિકની ફિલ્મ ગણિતજ્ઞ આનંદકુમારની જિંદગી પર આધારિત છે. 3 ફિલ્મોની ટક્કરમાં આ ફિલ્મને નુકસાન થઈ શકે છે. હૃતિક રોશનની 2017માં આવેલી ‘કાબિલ’ સાથે પણ આવું થયું હતું . આ ફિલ્મ શાહરૂખ ખાનની ‘રઇસ’ સાથે રિલીઝ થઈ હતી અને આના કારણે હૃતિકની ફિલ્મને સારું એવું નુકસાન થયું હતું.