સલમાનની `ભારત` છોડ્યા પછી પ્રિયંકાની હાલત થઈ ધોબીના કૂતરા જેવી !
પ્રિયંકાએ હોલિવૂડની ફિલ્મમાં કામ કરવા માટે આ ફિલ્મ છોડી હોવાની ચર્ચા છે
નવી દિલ્હી : બોલિવૂડમાં સલમાન ખાન 'દબંગ ખાન'ના નામથી જાણીતો છે અને તેને ના પાડવાની હિંમત બહુ કરે છે. બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ ફિલ્મ 'ભારત'નું શુટિંગ શરૂ થાય તે પહેલા જ ફિલ્મ છોડી દીધી. સલમાનની ફિલ્મ પ્રિયંકાએ છોડી દેતા બોલિવૂડમાં ચકચાર મચી ગઈ. મીડિયા રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવ્યું કે પ્રિયંકા આ વર્ષના અંતમાં નિક જોનસ સાથે લગ્નનું પ્લાનિંગ કરી રહી છે. જેના કારણે તેણે ભાઈજાનની ફિલ્મ છોડી. ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર સુદ્ધાએ ટ્વિટ કરીને આ જ કારણ જણાવ્યું. જોકે પછી ખુલાસો થયો છે કે પ્રિયંકાએ આ ફિલ્મ હોલિવૂડ સ્ટાર ક્રિસ પ્રૈટની ફિલ્મ 'કાઉબોય નિંજા વાઇકિંગ'માં કામ કરવા માટે છોડી દીધી છે. પ્રિયંકાના આ નિર્ણયને કારણે બોલિવૂડમાં એનું નામ ખરાબ થયું છે.
હવે સમાચાર મળ્યા છે કે જે હોલિવૂડ ફિલ્મમાં કામ કરવા માટે પ્રિયંકાએ 'ભારત'માં કામ કરવાની ના પાડી દીધી છે એ ફિલ્મ બનવાની શક્યતા હવે ધુંધળી થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી આઇએએએસના સમાચાર પ્રમાણે વેબસાઇટ 'વેરાઇટી ડોટ કોમ'ના રિપોર્ટ પ્રમાણે યુનિવર્સલ પિક્ચર્સે આ ફિલ્મના શેડ્યુલને સમાપ્ત કરી દીધું છે અને એની રિલીઝ માટે કોઈ તારીખ જાહેર નથી કરી. પહેલાં આ ફિલ્મ 28 જૂન, 2019ના દિવસે રિલીઝ થવાની હતી. આમ, પ્રિયંકાની હોલિવૂડ અને બોલિવૂડ બંનેની ફિલ્મો લટકી ગઈ હોવાના કારણે તેની હાલત ધોબીના કૂતરા જેવી થઈ ગઈ છે. તે નથી રહી ઘરની કે નથી રહી ઘાટની.
પ્રિયંકા છેલ્લે 2016માં પ્રકાશ ઝાની ફિલ્મ 'ગંગાજલ 2'માં જોવા મળી હતી. આ કારણે બધા બોલિવૂડમાં પ્રિયંકાની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે પ્રિયંકાએ ફિલ્મ 'સ્કાઇ ઇઝ ધ પિંક'નું શૂટિંગ શરૂ કરી દીધું છે અને આ ફિલ્મમાં તે ફરહાન અખ્તર સાથે જોવા મળી રહી છે.