મુંબઈ : છેલ્લા કેટલાક સમયથી સ્ટાર પ્લસ પર યે રિશ્તા ક્યા કહેલાતા હૈને સારી એવી સફળતા મળી રહી છે. જનરેશન લેપ પછી આ સિરિયલની ટીઆરપીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જોકે આ વાતાવરણમાં સિરિયલમાં એક અણધાર્યો ટ્વિસ્ટ પણ આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે કાર્તિક અને નાયરાના દીકરા કાયરવનો રોલ પ્લે કરી રહેલા શૌર્ય શાહે શોને અલવિદા કહી દીધું છે. રિપોર્ટ પ્રમાણે શૌર્યની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ છે, જેના કારણે તેણે શો છોડી દીધો છે. શૌર્યએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફેરવેલ પોસ્ટ કરતાં બધાનો આભાર માન્યો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...