નવી દિલ્હી : સંજય દત્તના વિવાદાસ્પદ જીવન પરથી બનાવવામાં આવેલી ફિલ્મ 'સંજૂ'ને બોક્સઓફિસ પર જબરદસ્ત સફળતા મળી છે. આ ફિલ્મ માટે રાજકુમાર હિરાની તેમજ રણબીર કપૂરની આખી દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મમાં રણબીરનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. હાલમાં નિર્માતાઓ દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં રણબીર કપૂરે કઈ રીતે સંજય દત્ત તરીકે પરકાયા પ્રવેશ કર્યો છે એ બતાવવામાં આવી રહ્યું છે. અનુભવી ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાનીએ રણબીર કપૂરને સંજય દત્ત તરીકે દર્શાવવા માટે અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેકિંગ વીડિયોમાં રાજકુમાર હિરાનીની આકરી મહેનત તેમજ સમર્પણનો ખુલાસો કરવામાં આવ્યો છે. સંજૂએ પહેલા દિવસે જબરદસ્ત કમાણીનો નવો રેકોર્ડ કર્યો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...