મુંબઈ : બોલિવૂડ સ્ટાર મલાઇકા અરોરા પોતાની ફિટનેસને કારણે ફેમસ છે. હાલમાં ઇન્ટરનેટ પર મલાઇકાનો લેટેસ્ટ ફિટનેસ વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં મલાઇકા જબરદસ્ત વર્કઆઉટ કરતી જોવા મળે છે. આ એક્સરસાઇઝમાં તેનું શરીર જબરદસ્ત ફ્લેક્સિબલ લાગે છે. ટાઇટ શોર્ટ, સ્પોર્ટસ બ્રા તેમજ લો બનમાં મલાઇકા જબરદસ્ત ઉિટ લાગે છે. આ વીડિયોમાં તેણે પોતાની ફિટનેસ ટ્રેનર નમ્રતા પુરોહિતને સમર્પિત કરી છે. 


બોલિવૂડની સુપરસ્ટાર મલાઇકા અરોરા પોતાની સ્ટાઇલિશ અંદાજ માટે જાણીતી છે. સામાન્ય રીતે વય વધતા વ્યક્તિની ફિટનેસ ઘટે છે પણ મલાઇકા મામલે વાત અલગ છે. મલાઇકાની જેમજેમ વય વધી રહી છે તેમતેમ તે વધારે ફિટ દેખાઈ રહી છે. મલાઇકા નિયમિત રીતે બાંદરા જિમની બહાર તેના વર્કઆઉટ સેશન પછી દેખાય છે. આ સમયે ક્લિક થયેલી મલાઇકાની તસવીરો તે કેટલી ફિટ છે એ વાતનો પુરાવો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...