Malaika Arora: અરબાઝના લગ્નની જ રાહ હતી ! મલાઈકા પણ લગ્ન માટે તૈયાર, શોમાં પોતે કહ્યું 2024 માં સો ટકા કરશે લગ્ન, જુઓ Video
Malaika Arora Video:આમ તો છેલ્લા ઘણા સમયથી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના લગ્નની ચર્ચાઓ પણ ચાલી રહી છે. પરંતુ આજ સુધી મલાઈકા અરોરાએ બીજા લગ્નને લઈને મગનું નામ મરી પાડ્યું ન હતું. જોકે તાજેતરમાં જ તેણે એક શો દરમિયાન એ વાતની પુષ્ટિ કરી છે કે વર્ષ 2024 માં તે લગ્ન માટે તૈયાર છે.
Malaika Arora Video: મલાઈકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ 2017 માં એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. તાજેતરમાં જ અરબાઝ ખાને બીજા લગ્ન કર્યા છે અને હવે વર્ષ 2024 માં મલાઈકા અરોરા પણ લગ્ન કરવા માટે તૈયાર છે. આ વાત અમે નથી કહી રહ્યા મલાઈકા અરોરાએ પોતે જ કરી છે. અરબાઝ ખાનથી અલગ થયા પછીથી તે અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે.
આમ તો છેલ્લા ઘણા સમયથી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના લગ્નની ચર્ચાઓ પણ ચાલી રહી છે. પરંતુ આજ સુધી મલાઈકા અરોરાએ બીજા લગ્નને લઈને મગનું નામ મરી પાડ્યું ન હતું. જોકે તાજેતરમાં જ તેણે એક શો દરમિયાન એ વાતની પુષ્ટિ કરી છે કે વર્ષ 2024 માં તે લગ્ન માટે તૈયાર છે.
આ પણ વાંચો: Web Series: ભારતની સૌથી મોંઘી વેબ સિરીઝ, જેના બજેટમાં બની જાય ત્રણ બોલીવુડ ફિલ્મો
જણાવી દઈએ કે મલાઈકા અરોરા હાલ ઝલક દિખલાજા શોમાં જજ તરીકે જોવા મળે છે. ઝલક દિખલા જા શોમાંતાજેતરમાં જ એક મજેદાર એપિસોડ શુટ થયો છે જેનો પ્રોમો વાઇરલ થઈ રહ્યો છે. આ પ્રોમોમાં મલાઈકા અરોરાને ફરાર ખાન લગ્ન વિશે પ્રશ્ન પૂછે છે અને મલાઈકા બિન્દાસ તેના જવાબ આપે છે.
આ પણ વાંચો: આજે કરોડો રુપિયા ચાર્જ કરતા સલમાન ખાનને રેખા સાથેની ફિલ્મ માટે મળી હતી માત્ર આટલી ફી
ફરાહ ખાન પ્રોમોમાં પૂછે છે કે શું 2024 માં મલાઈકા લગ્ન માટે તૈયાર છે? ત્યારે મલાઈકા બિન્દાસ કહે છે કે હા તે લગ્ન કરશે. જો કોઈ તેને લગ્ન માટે પૂછશે તો 100% લગ્ન કરશે. જોકે આ શોમાં ભલે બધું મજાકમાં થતું હોય પરંતુ મલાઈકાએ જે અંદાજમાં પોતાના દિલની વાત કરી તેના પરથી લાગે છે કે વર્ષ 2024 માં મલાઈકા અરોરા પણ ફરીથી લગ્ન કરી શકે છે.
મહત્વનું છે કે થોડા સમય પહેલા અર્જુન કપૂર જ્યારે કરન જોહરના શો કોફી વીથ કરનમાં પહોંચ્યો હતો ત્યારે તેણે પણ ઈશારો કર્યો હતો કે તે યોગ્ય સમયે મલાઈકા સાથે લગ્નની વાત કરશે.