Salman Khan Birthday: આજે કરોડો રુપિયા ચાર્જ કરતા સલમાન ખાનને રેખા સાથેની ફિલ્મ માટે મળી હતી માત્ર આટલી ફી

Salman Khan Birthday:સલમાન ખાને તેના કરિયરની શરૂઆત 22 વર્ષની ઉંમરમાં કરી હતી. સલમાન ખાનની પહેલી ફિલ્મ 1988 માં આવી હતી જેમાં મુખ્ય ભૂમિકામાં રેખા અને ફારુક શેખ હતા. ફિલ્મ બીવી હો તો એસી ફિલ્મથી સલમાન ખાને તેના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન સપોર્ટિંગ એક્ટરના રોલમાં હતો.

Salman Khan Birthday: આજે કરોડો રુપિયા ચાર્જ કરતા સલમાન ખાનને રેખા સાથેની ફિલ્મ માટે મળી હતી માત્ર આટલી ફી

Salman Khan Birthday: બોલીવુડમાં દબંગ ખાન તરીકે જાણીતો સુપરસ્ટાર સલમાન ખાન 27 ડિસેમ્બર 2023 ના રોજ પોતાનો 58મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર 1965 માં મધ્યપ્રદેશના ઈંદોરમાં ફિલ્મ રાઇટર સલીમ ખાન અને સુશીલા ચરક એટલે કે સલમા ખાનના ઘરે થયો હતો. સલમાન ખાન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 35 વર્ષ પૂરા થયા છે આ સમય દરમિયાન તેને 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 

સલમાન ખાને તેના કરિયરની શરૂઆત 22 વર્ષની ઉંમરમાં કરી હતી. સલમાન ખાનની પહેલી ફિલ્મ 1988 માં આવી હતી જેમાં મુખ્ય ભૂમિકામાં રેખા અને ફારુક શેખ હતા. ફિલ્મ બીવી હો તો એસી ફિલ્મથી સલમાન ખાને તેના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન સપોર્ટિંગ એક્ટરના રોલમાં હતો. ત્યારપછી 1989 માં આવેલી ફિલ્મ મેને પ્યાર કિયાથી સલમાન ખાને મુખ્ય અભિનેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. આ ફિલ્મ પછી સલમાન ખાને ક્યારેય પાછળ ફરીને જોયું નથી તેને બોલીવુડમાં એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે. 

સલમાન ખાનની ફીની વાત કરીએ તો આજના સમયમાં એક ફિલ્મ માટે સલમાન ખાન 15 કરોડથી 125 કરોડ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સલમાન ખાનને તેની પહેલી ફિલ્મ એટલે કે બીવી હો તો એસી ફિલ્મ માટે માત્ર 11000 રૂપિયા મળ્યા હતા. જ્યારે તેની સુપરહિટ રહેલી ફિલ્મ મેને પ્યાર કિયા માટે માત્ર 31 હજાર રૂપિયા ફી મળી હતી.

35 વર્ષના બોલીવુડના સફરમાં સલમાન ખાન 35 હજાર રૂપિયાથી લઈને 100 કરોડથી વધુની ફી સુધી પહોંચ્યો છે. સલમાન ખાને છેલ્લે ટાઈગર 3 ફિલ્મ કરી હતી જેના માટે તેને 100 કરોડ રૂપિયા ફી મળી હતી. આ સિવાય હાલ સલમાન ખાન બિગ બોસ હોસ્ટ કરે છે તેના એક એપિસોડ માટે તેને બાર કરોડ રૂપિયા આપવામાં આવે છે. સલમાન ખાન સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પણ સારી એવી કમાણી કરે છે તે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવાના 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે બ્રાન્ડ એડ માટે તે 7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news