મુંબઈ: કોરોના વાયરસ લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ પહેલેથી જ બગડેલી છે. આ બધા વચ્ચે અનલોક ફેઝ 1 દરમિયાન જ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. આપણા દેશમાં અત્યાર સુધીમાં 2.26 લાખથી વધુ કોરોનાના દર્દીઓ નોંધાયા છે. એકલા મહારાષ્ટ્રમાં જ કોરોનાના વાયરસના દર્દીઓની સંખ્યા 94000 જેટલી થઈ ગઈ છે. બીએમસી આ મામલે ખુબ પ્રશંસનીય કામ કરી રહ્યું છે. હાલના દિવસોમાં બીએમસી દ્વારા અનેક બિલ્ડિંગો સીલ કરવાના અહેવાલો છે. તાજી જાણકારી મુજબ બીએમસીએ હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora)ના ઘરને સીલ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube