Man Vs Wild: અક્ષય કુમારનો દિવાનો બન્યો બેયર ગ્રિલ્સ, શૂટિંગના ફોટો થયા વાયરલ
હાલમાં બેયર ગ્રિલ્સે સુપરસ્ટાર રજનીકાંતની સાથે પોતાના શોનું શૂટિંગ કર્ણાટકના Bandipur Tiger Reserve And National Parkમાં કર્યું હતું અને હવે અક્ષય કુમારના એપિસોડનું શૂટિંગ પૂરુ થઈ ચુક્યું છે.
નવી દિલ્હીઃ ટીવીના ટોપ સર્વાઇવલ શોમાંથી એક Man Vs Wildના હોસ્ટ બેયર ગ્રિલ્સ આજકાલ ભારતના જંગલોમાં સમય પસાર કરી રહ્યાં છે. તેવામાં તેની સાથે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સિતારા પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે એડવેન્ચર પર ગયા બાદ હવે બ્રેયર ગ્રિલ્સ સુપરસ્ટાર રજનીકાંત અને ખેલાડી અક્ષય કુમારની સાથે પોતાના નવા એપિસોડ્સને લઈને આવી રહ્યો છે.
વાયરલ થયા અક્ષયના ફોટો
હાલમાં બેયર ગ્રિલ્સે સુપરસ્ટાર રજનીકાંતની સાથે પોતાના શોનું શૂટિંગ કર્ણાટકના Bandipur Tiger Reserve And National Parkમાં કર્યું હતું અને હવે અક્ષય કુમારના એપિસોડનું શૂટિંગ પૂરુ થઈ ચુક્યું છે. Man Vs Wildના શૂટથી અક્ષય કુમાર અને બ્રેયર ગ્રિલ્સના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube