મુંબઇ: સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસથી સંબંધિત ડ્રગ્સ કેસની તપાસનો વ્યાપ દરરોજ વધી રહ્યો છે. ડ્રગ્સ સાથે જોડાયેલ વોટ્સએપ ચેટને દીપિકા પાદુકોણની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આજે એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ ઉપરાંત ધર્મા પ્રોડક્શનના એક્ઝીક્યૂટિવ પ્રોડ્યૂસર ક્ષિતિજ પ્રસાદ અને દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્માથી પૂછપરછ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ડ્રગ્સ કેસ: કરણ જોહરને સમન્સ મોકલી શકે છે NCB, પાર્ટી વીડિયોને લઇ થશે પૂછપરછ


કરિશ્મા સાથે 6 કલાકથી વધારે સમય પૂછપરછ ચાલી રહી છે. સૂત્રોનું કહેવું છે કે, કરિશ્માએ NCBને એક વોટ્સએપ ગ્રુપ વિશે જાણાવ્યુ છે. આ ગ્રુપમાં માત્ર ત્રણ લોક હતા જેમનું નામ જયા, કરિશ્મા અને દીપિકા છે. ગ્રુપની એડમિન દીપિકા હતી અને તેમાં મોટા ભાગે ડ્રગ્સને વઇને વાત થતી હતી. કરિશ્માએ NCB સમક્ષ કબુલાત કરી કે વાયરલ ચેટ 2017ની હતી જેમાં ગ્રુપ એડમિન દીપિકાએ હૈશ માગ્યુ હતું.


આ પણ વાંચો:- રકુલપ્રીતે રિયા પર ફોડ્યું ઠીકરું, કહ્યું- મેં ક્યારેય ડ્રગ્સ લીધું નથી, પેડલર્સને લઇને કહી આ વાત


NCB આજ રકુલ પ્રીત સિંહની પણ પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રકુલ પ્રીતે NCBને જણાવ્યું કે, વર્ષ 2018માં રિયાની સાથે તેની ડ્રગ્સ ચેટ થઈ હતી. રકુલ પ્રીતે જણાવ્યું કે રિયા ચેટમાં પોતાનો સામાન (ડ્રગ્સ.. ગાંજો) મંગાવી રહી હતી. રિયાનો સામાન (ડ્રગ્સ) મારા ઘરે હતો.


તમને જણાવી દઇએ કે, ડ્રગ્સ કેસમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની શનિવાર (26 સપ્ટેમ્બર)ના પૂછપરછ કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube