રોબિન હૂડ જેવી છબિ ધરાવનાર ડાકૂ માન સિંહ વિશે જાણવામાં આ હીરોને છે રસ, જાણો કારણ
આરએસવીપીની ``સોનચિડિયા`` પોતાની જાહેરાતના સમયથી જ ચર્ચામાં છવાયેલી છે. ફિલ્મના ટ્રેલરથી માંડીને ફિલ્મના બધા પાત્રોના લુકે સોનચિડિયાના દર્શકોનો ઉત્સાહ વધારી દીધો છે. અભિનેતા મનોજ વાજપેયી ફિલ્મમાં ઠાકુર ડાકૂ માન સિંહની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં માન સિંહની ભૂમિકા ભજવતી વખતે અભિનેતાની આ પાત્રમાં રૂચિ એટલી હદે વધી ગઇ છે તે માન સિંહની જીવનગાથા વિશે હવે વધુ જાણવા માંગે છે.
મુંબઇ: આરએસવીપીની ''સોનચિડિયા'' પોતાની જાહેરાતના સમયથી જ ચર્ચામાં છવાયેલી છે. ફિલ્મના ટ્રેલરથી માંડીને ફિલ્મના બધા પાત્રોના લુકે સોનચિડિયાના દર્શકોનો ઉત્સાહ વધારી દીધો છે. અભિનેતા મનોજ વાજપેયી ફિલ્મમાં ઠાકુર ડાકૂ માન સિંહની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં માન સિંહની ભૂમિકા ભજવતી વખતે અભિનેતાની આ પાત્રમાં રૂચિ એટલી હદે વધી ગઇ છે તે માન સિંહની જીવનગાથા વિશે હવે વધુ જાણવા માંગે છે.
ડાકૂ માન સિંહ આગરામાં જન્મ્યો હતો અને તે એક કુખ્યાત ડાકુ હતો. ડાકુ માન સિંહ પર લૂંટના 1,112 તથા હત્યાના 185 કેસ નોંધાયા હતા. પરંતુ ગરીબો માટે તેની છબિ રોબિન હુડ જેવી હતી. મજબૂર અને નબળા લોકોને હક અપાવવા માટે માન સિંહે ખૂની ખેલ ખેલ્યો હતો પરંતુ તેણે ક્યારેય અસહાય માણસને પરેશાન કર્યા નથી.
ફિલ્મ સોનચિડિયાના શૂટિંગ દરમિયાન કાસ્ટ અને ક્રૂ કરતાં મોટી હતી બોડીગાર્ડ્સની ટુકડી
સોનચિડિયામાં 1970ના દાયકામાં સ્થાપિત કહાણી જોવા મળશે જેમાં એક નાનું શહેર ડાકુઓ દ્વારા શાસિત અને પ્રભુત્વ જોવા મળશે. એટલું જ નહી અહીં સત્તા પ્રાપ્ત કરવા માટે ઘણી ટુકડીઓ સંધર્ષની લડાઇ લડતાં જોવા મળશે. તો બીજી તરફ ફિલ્મની થીમને ધ્યાનમાં રાખતાં ઇંટેંસ અવતારમાં જોવા મળશે જેની ઝલક તાજેતરમાં જ રિલીઝ થયેલા ટ્રેલરમાં પણ જોવા મળી.
મુખ્ય ભૂમિકામાં સુશાંત સિંહ રાજપૂત, ભૂમિ પેડનેકર, મનોજ વાજપાયી, રણવીર શોરે અને આશુતોષ રાણા અભિનીત, સોનચિડિયામાં ડાકૂ યુગ પર આધારિત એક ગ્રામીણ અને કટ્ટર કહાણી પ્રસ્તુત કરવામાં આવશે. અભિષેક ચૌબે દ્વારા નિર્દેશિત સોનચિડિયામાં ધમાકેદાર એક્શન પણ જોવા મળશે. ફિલ્મમાં મધ્ય ભારતમાં ડાકુઓના શાનદાર ગૌરવની ઝલક જોવા મળશે.
Trailer : આવી છે 'સોન ચિડિયા'ની પહેલી ઝલક, જોવા કરો ક્લિક
મધ્યપ્રદેશની ઘાટીઓમાં ફિલ્માવવામાં આવેલી સોનચિડિયામાં શાનદાર કલાકારોની ટોળી સાથે એક રસપ્રદ કહાણી દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે. નિર્માતા રોની સ્ક્રૂવાલા જેમણે બ્લોકબ્લસ્ટર હિટ ફિલ્મો આપી છે. સોનચિડિયા 1 માર્ચ 2019ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.