નવી દિલ્હીઃ બોલીવુડના જાણીતા અભિનેતા મનોજ બાજપેયીને વેબ સિરીઝમાં દેખાડવામાં આવતી હિંસા અને સેક્સ સીન્સ પસંદ નથી. મનોજનું કહેવું છે કે ડિજિટલ ક્ષેત્રમાં વધુ આઝાદી આપવામાં આવે છે, પરંતુ તે તેમાં સેક્સ અને હિંસાની વિરુદ્ધ છે. મનોજનું આગળ કહેવું છે કે વેબ સ્પેસ તમને વધુ આઝાદી આપે છે અને આઝાદીની સાથે કોઈએ ખુબ જવાબદાર રહેવાની જરૂર છે. જ્યારે તેની કોઈ જરૂરીયાત નથી તો માત્ર આંખોને આકર્ષિત કરવા માટે સેક્સ અને હિંસાનો ઉપયોગ કરવો કંઇક એવુ છે જેથી હું સહમત નથી. 


વેબની દુનિયામાં મનોજ નવો નથી. તે આ પહેલા શોર્ટ ફિલ્મ 'કૃતિ' અને 'તાંડવ'માં કામ કરી ચુક્યો છે. ડિજિટલ સ્પેસમાં કોઈપણ પ્રકારની સેન્સરશિપને લઈને સતત ચર્ચા થતી રહી છે. પહેલા આપવામાં આવેલા એક ઈન્ટરવ્યૂમાં સુપરસ્ટાર સલમાન ખાને કહ્યું હતું કે ડિજિટલ ક્ષેત્રમાં વિષય સામગ્રી માટે સેન્સરશિપ હોવી જોઈએ અને કોઈ ઉદ્દેશ્ય માટે દેહ પ્રદર્શન કરવું જોઈએ. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર