મુંબઈ : કંગના રનૌતને મુખ્ય રોલમાં ચમકાવતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત 'મણિકર્ણિકા' શુક્રવારે રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું મુંબઈમાં સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મના સ્ક્રિનિંગમાં ભારત કુમાર તરીકે ઓળખાતા મનોજ કુમાર પણ પહોંચ્યા હતા. તેમણે આ ફિલ્મ જોઈને ઝી ન્યૂઝ પાસે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનોજ કુમારે કહ્યું છે કે મણિકર્ણિકા ફિલ્મ બહુ સારી બની છે. આ ફિલ્મ સાથે ઇતિહાસના પાનામાં સંતાયેલું રાની લક્ષ્મીબાઈનું પાત્ર ફરી લોકો સામે આવી જશે. હર હર મહાદેવના જયઘોષ સાથે કંગના અહેસાસ કરાવે છે કે તે રાણી લક્ષ્મીબાઈનો રોલ કરવા માટે જ બની છે. મનોજ કુમારે કંગનાના વખાણ કરતા કહ્યું છે કે કંગના દિલથી આ પાત્ર જીવી છે અને તેણે આ પાત્રને બહુ સારી રીતે ન્યાય આપ્યો છે. 


સફેદ શોર્ટ બિકીની પહેરીને હિરોઇન ઉતરી બ્લુ પાણીમાં, PIC છે સુપરબોલ્ડ


કંગના રનૌતની ફિલ્મ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે. તેણે આ ફિલ્મમાં માત્ર એક્ટિંગ નથી કરી પણ એનું ડિરેક્શન પણ કર્યું છે. આ ફિલ્મ હિન્દી અને અને તેલુગુ ભાષામાં 25 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં કંગના સિવાય અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબેરોય, ડેની અને અંકિતા લોખંડે ખાસ રોલમાં છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...