Sharad Kelkar Film: બોલિવુડના સ્ટાર્સની મુશ્કેલીઓ સતત વધી રહી છે. થોડા સમયમાં જ તેલુગુ અને કન્નડ ફિલ્મોએ થિયેટર પર કબજો જમાવી લીધો છે. હવે દિવાળી પર લાગી રહ્યું છે કે, સાઉથ ફિલ્મો નથી, તો મરાઠી ફિલ્મોનો ખતરો બોલિવુડને છે. એક મરાઠી ફિલ્મ દિવાળીએ પેન ઈન્ડિયા અંદાજમાં પાંચ ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીના પ્રસંગે 25 ઓક્ટોબરના રોજ બોલિવુડ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. સૌની નજર અક્ષય કુમાર સ્ટારર રામ સેતુ અને અજય દેવગન સ્ટારર થેંક ગોડ પર છે. બોલિવુડ પહેલેથી જ મુશ્કેલીમાં છે, આવામાં તેને સાઉથ અને હોલિવુડનો ખતરો મંડરાઈ રહ્યો છે. પરંતુ દિવાળી પર જે ફિલ્મ બોલિવુડની 2 મેગા બ્લોકબસ્ટર ફિલ્મને ટક્કર આપવા જઈ રહી છે, તે ચેલેન્જિંગ બનશે. તે મરાઠી ફિલમ હર હર મહાદેવ છે. અભિજીત દેશપાંડેની આ પેન ઈન્ડિયા મરાઠી ફિલ્મ હિન્દીમાં રિલીઝ થવાની છે. ટ્રેડના જાણકારો કહે છે કે, જે રીતે કન્ટેન્ટ આ દિવસોમાં હિન્દી દર્શકોને પસંદ આવી રહ્યું છે. તેમાં હર હર મહાદેવ ધૂમ ચાવશે. આ ફિલ્મ મરાઠી-હિન્દીની સાથે સાથે તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. 


300 મરાઠા, 12 હજાર મુઘલ
હર હર મહાદેવ છત્રપતિ શિવાજી મહારાજ અને એક સમયે તેમના પ્રમુખ સેનાનાયક રહેલા બાજી પ્રભુ દેશપાંડેની કહાની છે. જાણીતા મરાઠી એક્ટર સુબોધ ભાવે ફિલ્મમાં છત્રપતિ મહારાજ બન્યા છે અને શરદ કેલકરે બાજી પ્રભુ દેશપાંડેની ભૂમિકા ભજવી છે. મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અભિજીત દેશપાંડે મોટું નામ છે. પરંતુ હિન્દીમાં શરદ કેળકરનું ફેન ફોલોઈંગ મોટું છે. આ ફિલ્મનો વિષય આકર્ષક છે. ફિલ્મ મુઘલની વિરુદ્ધ બાજી પ્રભુ દેશપાંડેની જાંબાજી બતાવશે. નિર્માતા-નિર્દેશક માની રહ્યાં છે કે, આ માત્ર મરાઠી ફિલ્મ નથી, પરંતુ હિન્દીના દર્શકોમાં પણ જોશ ભરનારી ફિલ્મ છે. ફિલ્મની ઐતિહાસિક કહાનીમાં 300 મરાઠા યોદ્ધા 12 હજાર મુઘલ સૈનિકો સાથે ટક્કર લે છે, જે જીત મેળવે છે. આ યુદ્ધમાં મરાઠા સેનાનું નેતૃત્વ બાજી પ્રભુ દેશપાંડેએ કર્યુ હતું. 



ટ્રેલરની ધૂમ
ગત કેટલાક સમયછી સાઉથની ફિલ્મોએ ટ્રેન્ડ બનાવ્યો હતો. કન્નડની કંટારાએ હિન્દી દર્શકોનું દિલ જીતી લીધું. તેથી ટ્રેડના જાણકારો માને છે કે, હિન્દી દર્શકોને સારું કન્ટેન્ટ જોઈએ છે.