MARDAANI2 : સેન્સર બોર્ડ અને ફિલ્મ નિર્માતાઓને મળી કાયદાકીય નોટિસ, વિવાદ વકર્યો
MARDANI2 ફિલ્મનો વિવાદ અટકવાનું નામ લેતો નથી. વકીલ અશ્વિન ગર્ગના જણાવ્યા અનુસાર, નોટિસમાં ફિલ્મમાં(Film) કોટાનું નામ બદલવાની માગણી એવા દાવા સાથે કરાઈ છે કે, તેનાથી શહેરની છબી ખરડાઈ રહી છે. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે, જ્યાં સુધી શહેરનું નામ દૂર કરવામાં નહીં આવે ફિલ્મનું સ્ક્રિનિંગ રોકી દેવાશે અને કેસનો હાઈ કોર્ટમાં લઈ જવાશે.
મુંબઈઃ રાની મુખર્જી(Rani Mukherjee) અભિનિત ફિલ્મ 'મર્દાની-2' (MARDANI2) સામે કોટામાં (Kota) વિરોધ ચાલુ છે. અહીંના કોર્પોરેટર ગોપાલ મંડાએ ફિલ્મમાંથી(Film) શહેરનું નામ દૂર કરવાની અપીલ કરતા સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસુન જોશી (Prasoon Joshi), ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા (Aditya Chopra), નિર્દેશક ગોપી પુથરણ (Gopi Puthran) અને માહિતી-પ્રસારણ મંત્રાલયને(Information and communication ministery) કાયદાકીય નોટિસ ફટકારી છે.
વકીલ અશ્વિન ગર્ગના જણાવ્યા અનુસાર, નોટિસમાં ફિલ્મમાં કોટાનું નામ બદલવાની માગણી એવા દાવા સાથે કરાઈ છે કે, તેનાથી શહેરની છબી ખરડાઈ રહી છે. સાથે જ ચેતવણી પણ આપવામાં આવી છે કે, જ્યાં સુધી શહેરનું નામ દૂર કરવામાં નહીં આવે ફિલ્મનું સ્ક્રિનિંગ રોકી દેવાશે અને કેસનો હાઈ કોર્ટમાં લઈ જવાશે.
ચર્ચાસ્પદ હિરોઇને કરી લીધી સગાઈ, ઓળખી?
આ વિવાદની શરૂઆત ફિલ્મના ટ્રેલરની રિલીઝ સાથે થઈ છે. જેમાં એક સીરિયલ રેપિસ્ટ અને ખુનીને દર્શાવાયો છે, જે શહેરમાં કુમળી વયની છોકરીઓને પોતાના નિશાન બનાવે છે. એવું કહેવાય છે કે, આ સ્ટોરી એક સાચી ઘટનાથી પ્રેરિત છે.
BRTSના અકસ્માતો પર બ્રેક મારવા લેવાયા 5 મહત્વના નિર્ણયો,જુઓ વીડિયો.....
રાની મુખર્જી આ ફિલ્મમાં પોલીસ અધિકારી શિવાની રોયની ભૂમિકામાં છે, જે આ અપરાધીને બે દિવસમાં પકડવાનો ઈરાદો નક્કી કરે છે. ગર્ગે સમાચાર સંસ્થા IANSને જણાવ્યું કે, ત્રણ દાયકાથી કોટાની ઓળખ એક શૈક્ષણિક શહેર તરીકે છે અને આવી સ્થિતિમાં તેને અપરાધ સાથે જોડવું યોગ્ય નથી.
કરીના કપૂર ખાને જ્યારે સૈફ સાથે લગ્ન કરવા માટે બે વાર પાડી દીધી ના!
તેમણે કહ્યું કે, "ભારતના દરેક રાજ્યમાંથી લગભગ 2.50 લાખ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીનો અભ્યાસ કરવા માટે અહીં આવતા રહે છે. આ ફિલ્મનું દેશભરમાં પ્રદર્શન થયા પછી કોણ પોતાના બાળકને અહીં ભણવા મોકલશે?"
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube