નવી દિલ્હી : ચાલુ વર્ષે લગ્નના બંધનમાં બંધાનારા સેલેબ્સની યાદીમાં કપિલ શર્માનું નામ પણ જોડાઇ ગયું છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના એક મહિના બાદ કપિલ શર્મા પણ સાત ફેરા લેશે. કપિલ શર્માએ લગ્નની તારીખ જાહેર કરતાં જણાવ્યું કે, લગ્ન 12 ડિસેમ્બરના રોજ ગિન્નીના હોમ ટાઉન જાલંધરમાં યોજાશે. આ પછી 14 ડિસેમ્બરે મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એક બિગ ફેટ પંજાબી વેડિંગ હશે. નોંધનીય છે કે ગયા વર્ષે માર્ચ મહિનામાં કપિલે ટ્વિટર પર પોતાની ગર્લફ્રેન્ડ ગિનીની તસવીર શેયર કરીને પોતાના સંબંધોની જાહેરાત કરી હતી. 


નોંધનીય છે કે કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા ફરી એકવાર નાની સ્ક્રિન પર કમબેક કરવા જઈ રહ્યો છે. તેનો સુપરહિટ કમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ ફરી શરૂ થવાનો છે. કપિલે આ વિશે પોતાના ટ્વિટર પર આ વાતની જાહેરાત કરી છે. કપિલ શર્મા એક્ટિંગ બાદ પ્રોડ્યૂસર બની ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહ્યો છે. તે ફિલ્મ ‘સન ઓફ મંજીત’ સાથે નિર્માતા તરીકે જોડાયો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...