મુંબઈ : છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની ચર્ચા છે. ઇન્ડિયા ટુડેમાં છપાયેલા રિપોર્ટ્સ મુજબ રણવીર-દીપિકા 12 નવેમ્બરના રોજ ઈટાલીમાં લગ્ન કરવાના હતા. પરંતુ આ વાતમાં હવે નવો ટ્વિસ્ટ આવ્યો છે. દીપિકા અને રણવીરે હાલમાં નવેમ્બર મહિનામાં લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો છે. રિપોર્ટ્સ મુજબ બંનેએ તે નવેમ્બર મહિનામાં એન્ડોર્સમેન્ટ કે અન્ય એસાઈનમેન્ટ માટે ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચર્ચા મુજબ રણવીર અને દીપિકાએ હવે નવેમ્બરના બદલે જાન્યુઆરી 2019માં લગ્ન કરવાનું નક્કી છે. આ વર્ષે 2018માં સોનમ કપૂર અને આનંદ આહુજા, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પછી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ અને દીપિકા-રણવીરના લગ્નના સમાચાર ફરતા થયા છે.  આ લગ્નમાં માત્ર પરિવારના ઉપરાંત મિત્રોને ગણીને કુલ 30 ખાસ મહેમાનોને બોલાવવામાં આવશે અને બધા મહેમાનોના મોબાઇલ ફોન લઇને જવા પર મનાઇ કરવામાં આવી છે. ઇટલીમાં લગ્ન કર્યા પછી આ કપલ મુંબઇમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે.


વર્ષ 2014માં રિલિઝ થયેલી લીલા ભંસાલીની ફિલ્મ ‘રામલીલા’ના સેટ પર આ બંનેને એક-બીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. જ્યારે તેમના ફેન્સ વચ્ચે દીપવીરના નામથી જાણીતા રણવીર-દીપિકાએ ફિલ્મ ‘ગોલિયો કી રાસલીલા: રામલીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’માં સાથે કામ કર્યું છે. થોડા દિવસો પહેલા બંને યુએસમાં રજા માણતા જોવા મળ્યા હતા. જોકે રણવીર સિંહ પરત મુંબઇ ફરી પોતાના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે અને દીપિકા ફિલ્મ ‘સપના દીદી’માં ટુંક સમયમાં જોવા મળશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...