નવી દિલ્હી : યૌન શોષણની વિરુદ્ધ શરૂ થયેલા #MeToo અભિયાનના તોફાનમાં બોલિવુડના અનેક કલાકારોને ઝપેટમાં લઈ લીધા છે. અનેક મહિલાઓએ મનોરંજન અને મીડિયા જગતમાં યૌન શોષણ સાથે જોડાયેલા પોતાના અનુભવો શેર કર્યાં છે. જેના બાદ ફિલ્મકાર વિકાસ બહલ, સાજિદ ખાન, અભિનેતા નાના પાટેકર, આલોક નાથ, કૈલાશ ખેર, રજત કપૂર, ચેતન ભગત અને ગુરસિમરન ખંબાનું નામ સામેલ આવ્યું છે. આ ક્રમમાં હવે સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ સપના ભાવનાનીએ #MeToo અભિયાન અંતર્ગત ટ્વિટ કરીને બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પર નિશાન સાધ્યું છે. સપના ભાવનાની ટીવીનો સૌથી વિવાદિત શો બિગબોસમાં પણ નજર આવી ચૂકી છે. સપના બિગબોસની સીઝન 6માં કન્ટેસ્ટંટ રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિતાભ બચ્ચન પર નિશાન સાધ્યું
હાલમાં જ, પોતાના જન્મદિવસ પર અમિતાભ બચ્ચને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે #MeToo પર પ્રતિક્રિયા આપીને આ અભિયાનને સપોર્ટ કર્ય હતો અને મહિલાઓની સુરક્ષા પર અનેક વાતો કહી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ મહિલાને આવી કોઈ પણ ઘટના કે અભદ્ર વ્યવહારનો શિકાર ન થવું જોઈએ. ખાસ કરીને વ્યવસાયના સ્થળે. આ પ્રકારની હરકતોની તરત વ્યવસાયના સ્થળ પરના અધિકારીઓને ધ્યાનમાં લાવવી જોઈએ. તેમના પર તરત કાર્યવાહી થવી જોઈએ. આ ઈન્ટરવ્યૂને અમિતાભ બચ્ચને પોતાના ફેસબુક એકાઉન્ટ પર પણ શેર કર્યો હતો. 



અમિતાભ બચ્ચનની આ પોસ્ટને એક ટ્વિટર યુઝરે ટ્વિટ કરી છે અને તેણે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, અમિતાભ બચ્ચને #MeTooને સપોર્ટ કર્યો છે. તેના બાદ સપનાએ એ જ ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું કે, આ એક સૌથી મોટું ખોટું છે. સર, ફિલ્મ પિંક આવી અને ગઈ અને હવે તમારી એક્ટિવિસ્ટવાળી ઈમેજ જલ્દી જ જતી રહેશે. તમારુ સત્ય જલ્દી જ બધાની સામે આવશે. આશા છે કે, તમે તમારો હાથ જ ચાવી નાંખશો, કેમ કે માત્ર નખ ચાવવા જ તમારા માટે પૂરતુ નહિ હોય.



સપનાએ આ સાથે જ એક વધુ ટ્વિટ કરતા લખ્યું કે, ‘મેં પર્સનલી અમિતાભ બચ્ચન વિશે સેક્સ્યુઅલી મિસકંડક્ટને લઈને અનેક વાતો સાંભળી છે. મને આશા છે કે, તે મહિલાઓ પણ બહાર આવશે. જોકે, અત્યાર સુધી સપનાની આ ટ્વિટ્સ પર અમિતાભ બચ્ચનનું કોઈ પણ રિએક્શન સામે આવ્યું નથી. 


ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન હાલ પોતાની આગામી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ને લઈને વ્યવસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે બોલિવુડ એક્ટર આમિર ખાન, એક્ટ્રેસ કૈટરીના કેફ અને ફાતિમા સના શેખ છે.