ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (Coronavirus) સામે જંગ જીતવા માટે સરકાર તરફથી દેશભરમાં 21 દિવસોનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકોની કંટાળાજનક સ્થિતિને દૂર કરવા માટે દૂરદર્શને 80ના દાયકાના પોતાની ફેમસ સીરિયલ રામાયણ (Ramayana) ને પુન પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે. જેનાથી અનેક લોકોએ પોતાની જૂની મેમરી તાજી કરી. તો સાથે જ કેટલાક દર્શકોએ તેની મજા પણ લીધી. સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમોને લઈને મીમ્સ બનવાના શરૂ થયા છે. મંગળવારની સવારે ટ્વિટર પર રામાયણને લઈને બે ફેમસ મહિલા પાત્ર રાની કૈકૈયી અને તેમની નોકરાની મંથરા ટ્રેન્ડ થયેલી જોવા મળી.


Corona virus updates: પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે રાશનની દુકાનોમાં અનાજ વિતરણ થશે  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક યૂઝરે લખ્યું કે, આજે રામાયણના એપિસોડથી મેં શીખ્યું, જે આ પ્રકારે છે. જેમ કે કૂટનીતિ કરનારા લોકોથી દૂર રહો, નહિ તો તેઓ તમને વનવાસ પર મોકલશે. તો બીજાએ લખ્યું કે, મેં હંમેશા હનુમાન અને લક્ષ્મણ જેવા સાચા મિત્રો ઈચ્છ્યા છીએ. પરંતુ મને મંથરા અને વિભીષણ મળ્યા. કેટલાક તો અભિનેત્રી સ્વરા ભાસ્કરની તુલના મંથરા સાથે કરીને લખ્યું કે, આજના જમાનાની મંથરા આ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર