મુંબઈ : બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપડા અને નિક જોનાર 2 ડિસેમ્બરના દિવસે જોધપુરમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. આ લગ્ન બહુ ભવ્ય રીતે થવાના છે અને હવે એને લગતા ખાસ સમાચાર આવી રહ્યા છે. હવે પ્રિયંકા ચોપરા-નિક જોનાસના લગ્નનું મેનું સામે આવ્યું છે. આ લગ્ન માટે સ્પેશિયલ શેફ અલગઅલગ પ્રકારની વાનગીઓનું લિસ્ટ બનાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Video : લગ્ન માટે પ્રિયંકા-નિક હોંશેહોંશે રવાના થયા જોધપુર, મેરેજનું બિલ ઉડાવી દેશે હોશકોશ


મળતી માહિતી મુજબ મહેમાનો માટે વિશેષ વ્યંજન નક્કી કરાયા છે. પ્રિયંકા-નિકના લગ્નના મેનુંમાં ઈન્ડિયન અને કોન્ટીનેન્ટલ ફૂડ હશે. ઉમેદભવન પેલેસમાં યોજાનારા આ લગ્નમાં ભોજન સમારંભ પર નજર રાખી રહેલા શેફના કહેવા પ્રમાણે સાંગરીનું શાક, બાજરીનો રોટલો, મકાઈનો રોટલો, રાજસ્થાની કઢી અને પકોડા, રાજસ્થાની થાળી, દાળ બાટી, ચૂરમા સહિત 70થી 80 પ્રકારના પકવાન પીરસવામાં આવશે. આ સિવાય મહેમાનો માટે એક તરફ ઈન્ડિયન અને બીજી તરફ કોન્ટીનેન્ટલ વાનગીઓ હશે. સાથે જ જોધપુરની જાણીતી વાનગીઓ પણ પીરસાશે. મહેમાનો માટે જોધપુરી ઘેવર ખાસ તૈયાર કરવામાં આવશે. 


પ્રી વેડિંગ સેલિબ્રેશન સિવાય લગ્ન પાછળ પણ સારો એવો ખર્ચ થશે. DNAના રિપોર્ટ પ્રમાણે વેન્યુની બુકિંગ કિંમત પર એક નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે એક દિવસ માટે પેલેસ રૂમની કિંમત 47, 300  હજાર રૂ. ઐતિહાસિક સ્વીટની કિંમત 65,300 રૂ., રોયલ સ્વીટની કિંમત1.45 લાખ રૂ., ગ્રાન્ડ રોયલ સ્વીટની કિંમત 2.30 લાખ રૂ. તેમજ પ્રેસિડેન્શિયલ સ્વીટની કિંમત 5.04 લાખ રૂ. છે. આ ભાડમાં ટેક્સનો સમાવેશ નથી થતો.આમ, આખી હોટલનો એક દિવસનો ખર્ચ લગભગ 64.40 લાખ રૂ. છે. પ્રિયંકાએ 5 દિવસ માટે  હોટેલ બુક કરાવી છે જેના કારણે પ્રિયંકાએ ભાડાપેટે લગભગ 3.2 કરોડ રૂ. ચૂકવવા પડશે. આ ખર્ચમાં સેરેમનીના બીજા ખર્ચ, ખાવા-પીવાનો ખર્ચ તેમજ મેહરાનગઢમાં ત્રણ દિવસ સુધી થનારી પ્રી વેડિંગ વિધિઓનો ખર્ચ શામેલ નથી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...