નવી દિલ્હી : યૌન શૌષણ વિરૂધ્ધ શરૂ થયેલ #Me Too અભિયાનના પડઘા ભારતમાં તેજીથી પડતા દેખાઇ રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા બાદ ઘણી મહિલાઓએ મનોરંજન અને મીડિયા જગતમાં યૌન શોષણનો ભોગ બની હોવાનો ખુલાસો કરતાં પોતાના અનુભવ શેયર કર્યા છે. આ #Me Too અભિયાન અંતર્ગત નાના પાટેકર, વિકાસ બહેલ, ગુરસિમરન ખંબા, રજત કપૂર, કૈલાશ ખેર, ચેતન ભગત અને આલોક નાથ બાદ હવે વધુ એક નામ સામે આવ્યું છે. અહીં નોંધનીય છે કે, રાજકુમાર રાવ અને શ્રધ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રીમાં ડરાવણી ચૂડેલની ભૂમિકા કરનાર સાઉથની જાણીતી અભિનેત્રી ફ્લોરા સૈનીએ નિર્માતા ગૌરાંગ દોષી સામે મારપીટ અને શોષણનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ફ્લોરાએ નિર્માતા સામે આરોપ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી લગાવ્યો છે. તેણીએ આ પોસ્ટ સાથે પોતાની બે તસવીરો પણ શેયર કરી છે. આ બંને તસવીરોમાં એના ચહેરા પર મારના ઘણા નિશાન જોવા મળે છે. આ તસવીરો સાથે તેણી લખે છે કે આ બંને તસવીરો એની છે. 2007ના વેલેન્ટાઇન ડે પર તેણીને તેના પ્રેમી એવા ફિલ્મ નિર્માતા ગૌરાંગ દોષીએ માર મારતાં તેણીનું જડબું તુટી ગયું હતું. આ ઉપરાંત તેણી સાથે ખરાબ વર્તન પણ કરાયું હતું અને સાથોસાથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ ન મળે એ માટે પણ ધમકી અપાઇ હતી.


છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં શોષણખોરોના નામો જાહેર કરવાનું ચલણ વધ્યું છે. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ પણ #Me Too કેમ્પેઇન પર નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે હું ખુશ છું કે દેશમાં #Me Too કેમ્પેન શરૂ થઈ ગયું છે, પરંતુ આશા છે કે અભિયાન કન્ટ્રોલમાં રહેશે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...