નવી દિલ્હી : દેશમાં ચાલી રહેલા #MeToo કેમ્પેઇન અંતર્ગત બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર શામ કૌશલનું નામ ખરડાયું છે. ફેમસ એક્ટર વિક્કી કૌશલના પિતા પર એક મહિલા અસિસ્ટન્ટ ડિરેક્ટરે ગંભીર આરોપ લગાવ્યો છે. આરોપ છે કે શામ કૌશલે મહિલાને જબરદસ્તીથી પોર્ન ક્લિપ દેખાડી અને શરાબ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

#MeToo કેમ્પેઇનમાં બોલિવૂડના પહેલા પુરુષ સેલિબ્રિટીનો ખુલાસો : મારું પણ થયું હતું ઉત્પીડન


નમીતા પ્રકાશ નામની એક મહિલાએ ટ્વિટર પર પોતાની આપવીતી શેયર કરીને લખ્યું છે કે , ''2006માં એક ફિલ્મના આઉટડોર શૂટિંગ દરમિયાન ફેમસ એવોર્ડ વિનિંગ બોલિવૂડ સ્ટન્ટ ડિરેક્ટર શામ કૌશલે વોડકા પીવા માટે મને રૂમમાં બોલાવી. મને તેમના ઇરાદાઓની ગંધ આવી જતા મેં બહાનું કાઢ્યું પણ તેઓ મારી વાત માનવા જ તૈયાર નહોતા. અચાનક તેમણે મારી સામે અશ્લીલ વીડિયો ક્લિપ લગાવી દીધી.''


[[{"fid":"186198","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


#MeToo : આલોક નાથે પોતાના પર લાગેલા આરોપોનો આપ્યો 'આ' જવાબ


‘મનમર્ઝિયા’ના એક્ટર વિકી કૌશલનું માનવું છે કે #MeToo અભિયાનથી સમાજમાં મહત્વપૂર્ણ બદલાવ આવી રહ્યો છે અને મહિલાઓ પર વિશ્વાસ કરીને એની આપવીતી પર ધ્યાન આપવું જોઈએ. સમયની ચર્ચા કર્યા વગર મહિલાઓને સાંભળવાનો પ્રયાસ કરવો જોઈએ અને તેમને એક મંચ આપવો જોઈએ. આપણે મહિલાઓને આશ્વાસન આપવું જોઈએ કે તેમને ગંભીરતાથી લેવામાં આવશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...