`સંસ્કારી` આલોક નાથ પર રેપનો આરોપ, વિગતો વાંચીને હલી જશો
આલોક નાથ પર આ આરોપ એક સમયની ખાસ મિત્ર વિંતા નંદાએ લગાવ્યો છે
મુંબઇ : #MeToo કેમ્પેઇન અંતર્ગત અભિનેતા આલોક નાથ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. લેખક અને ફિલ્મ નિર્માતા વિંતા નંદાએ એક્ટર આલોક નાથ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. વિંતાએ ફેસબુક પોસ્ટ લખીને આલોક નાથ પર આરોપ લગાવ્યો છે. તેણે આ પોસ્ટમાં પોતાની આપવીતી વિગતવાર જણાવી છે. વિંતાએ આ પોસ્ટમાં આલોક નાથનું નામ નહોતું લખ્યું પણ પછી આ વાતની પુષ્ટિ કરી છે.
વિંતાની ફેસબુક પોસ્ટ પ્રમાણે તે આલોક નાથની પત્નીની મિત્ર હતી. આ વાતનો ફાયદો ઉઠાવીને આલોક નાથે એનું શોષણ કર્યું હતું. વિંતાએ કહ્યું છે કે જ્યારે હું 1994ના લોકપ્રિય શો 'તારા' માટે કામ કરી રહી હતી ત્યારે આલોક નાથે મારી સાથે શારીરિક દુર્વ્યવહાર કર્યો હતો. વિંતાએ ફેસબુક પોસ્ટમાં આલોક નાથનું નામ લખવાને બદલે સંસ્કારી શબ્દનો પ્રયોગ કર્યો હતો. વિંતાએ ફેસબુક પોસ્ટની શરૂઆતમાં આલોક નાથનું નામ લખ્યા વગર કહ્યું હતું કે આ એક્ટર ‘તારા’નો લીડ એક્ટર હતો અને એ સમયનો ટીવીનો મોટો સ્ટાર હતો. આ વાત ઇશારો આપે છે કે ચર્ચિત અભિનેતા આલોક નાથની વાત કરે છે.
ફેસબુક પોસ્ટમાં વિંતાએ આરોપ લગાવ્યો છે કે અભિનેતાએ તેની સાથે એકવાર નહીં પણ બે-બે વાર બળાત્કાર કર્યો હતો. વિંતાએ ફેસબુક પોસ્ટમાં જે વિગતો જણાવી છે એ ભારે ચોંકાવનારી છે.
આ ઘટના પછી સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોશિયેશન (સિન્ટા) આલોક નાથને શો કોઝ નોટીસ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ ઘટના સામે એ પછી સિન્ટાના મેમ્બર સુશાંત સિંહે માફી માગીને આ મામલામાં ફરિયાદ કરવાનું કહ્યું છે તેમજ સહયોગનો ભરોસો આપ્યો છે.
આ મામલામાં આલોક નાથે ટીવી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું છે કે હું વિંતાને સારી રીતે ઓળખું છું. યોગ્ય સમયે બધી વાત સામે આવી જશે અને હું આ મામલે થોડા સમય પછી કમેન્ટ કરીશ.