કોરોનાકાળમાં તન, મન અને ધનથી મજૂરોની મદદ કરી રહ્યો છે સોનુ, શ્રમિકે ટ્વીટ કરીને જાણો શું કહ્યું?
કોરોના વાયરસના કારણે દેશભરમાં જ્યાં લોકડાઉનના કરાણે કામકાજ ઠપ્પ છે ત્યાં પ્રવાસી શ્રમિકોની હાલત તો ખુબ ખરાબ જોવા મળી રહી છે. પોતાના ઘરે જવા માટે કોઈ પગપાળા તો કોઈ ટ્રક કે ટ્રેનથી ઘરે પહોંચી રહ્યાં છે. સરકાર જ્યાં આ મજૂરોને મદદ કરી રહી છે તો ત્યાં બોલિવૂડ સિતારા પણ ગરીબ અને મજૂરોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. સોનુ સૂદ (Sonu Sood) પણ મોકળા મને લોકોની મદદ કરી રહ્યો છે. સોનુ સૂદને આ કામ કરતા જોઈને તમને પણ તેના પર `ગર્વ થશે અને કહેશો ગર્વ છે તમારા પર સોનુ સૂદ`.
નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે દેશભરમાં જ્યાં લોકડાઉનના કરાણે કામકાજ ઠપ્પ છે ત્યાં પ્રવાસી શ્રમિકોની હાલત તો ખુબ ખરાબ જોવા મળી રહી છે. પોતાના ઘરે જવા માટે કોઈ પગપાળા તો કોઈ ટ્રક કે ટ્રેનથી ઘરે પહોંચી રહ્યાં છે. સરકાર જ્યાં આ મજૂરોને મદદ કરી રહી છે તો ત્યાં બોલિવૂડ સિતારા પણ ગરીબ અને મજૂરોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. સોનુ સૂદ (Sonu Sood) પણ મોકળા મને લોકોની મદદ કરી રહ્યો છે. સોનુ સૂદને આ કામ કરતા જોઈને તમને પણ તેના પર 'ગર્વ થશે અને કહેશો ગર્વ છે તમારા પર સોનુ સૂદ'.
Corona: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6767 નવા દર્દીઓ, મહારાષ્ટ્રની સ્થિતિ ચિંતાજનક
સોનુ સૂદ ટ્વીટર દ્વારા ઘરે જનારા મજૂરો સાથે સંપર્ક સાધી રહ્યો છે અને તેમને સકુશળ ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી રહ્યો છે. વાત જાણે એમ છે કે બિહાર માટે રવાના થયેલા એક મજૂરે ટ્વીટ કરીને એક્ટર સોનુ સૂદનો આભાર વ્યક્ત કર્યો. તેણે ટ્વીટ કરીને લખ્યું કે 'સોનુ સૂદ સર અમે લોકો સારી રીતે નીકળી ગયા છીએ અને તમે બેફિકર રહો. હું તમને અપડેટ કરતો રહીશ, લવ ભૈયા.' સોનુ સૂદે વ્યક્તિની ટ્વીટનો જવાબ આપતા લખ્યું કે 'હેપ્પી જર્ની ભાઈ, કહ્યું હતું ને કે કાલે માતાના હાથનું ભોજન કરશો. બિહાર પહોંચીને બધાને સલામ કહેજો.'
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube