નવી દિલ્હી : બોલિવૂડમાં શાહિદ કપૂર અને  મીરા રાજપૂત કપૂરની ગણતરી પાવર કપલ તરીકે થાય છે. શાહિદ અને મીરા અવારનવાર તેમના બાળકોની તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા રહે છે. હાલમાં મીરાએ પોતાના છ મહિનાના દીકારા ઝૈનની તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેયર કરી છે અને એ બહુ ઝડપથી વાઇરલ થઈ રહી છે. 


અક્ષયકુમાર અને શાહરૂખના ચાહકોનો દિવસ સુધરી જાય એવા સમાચાર 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહિદ કપૂર અને મીરા કપૂરનો પરિવાર ખાસ મિત્રો છે. શાહિદ અને મીરાએ 7 જુલાઈ, 2015ના દિવસે લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ એટલે કે 2016ના ઓગસ્ટ મહિનામાં મીરાએ દીકરી મિશાને જન્મ આપ્યો હતો જ્યારે ગત વર્ષના સપ્ટેમ્બરમાં દીકરા ઝૈનનો જન્મ થયો. મીરા જ્યારે બીજી વાર પ્રેગ્નેન્ટ હતી ત્યારે આ વાતને શાહિદે એકદમ ક્યૂટ અંદાજમાં શેર કરી હતી. શાહિદે ઈન્સ્ટાગ્રામ પર મિશાની તસવીર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે ‘બિગ સિસ્ટર’. આ તસવીર શેયર કર્યા બાદ શાહિદ બીજી વાર પિતા બનવાનો હોવાની બધાને જાણ થઈ હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...