Manushi Chhillar Canes Film Festival: મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર તેના તાજમાં વધુ એક રત્ન ઉમેરવા જઈ રહી છે. માનુષી છિલ્લર વર્ષ 2023માં Cannes Festivalમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અનુષ્કા શર્માની સાથે હવે માનુષી છિલ્લર પણ કાન્સ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળશે. બોલિવૂડ ફિલ્મમાં ડેબ્યૂ કર્યા બાદ મિસ વર્લ્ડ બની ચૂકેલી માનુષી છિલ્લર માટે આ એક મોટી ઇવેન્ટ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાન્સ ફેસ્ટિવલ 2023 ખૂબ જ રોમાંચક બનવા જઈ રહ્યો છે. ભારતની અનુષ્કા શર્માની સાથે માનુષી છિલ્લર પણ વર્ષ 2023ના ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. કાન્સ ફેસ્ટિવલમાં માનુષી છિલ્લરના ડેબ્યૂના સમાચારે ચાહકોમાં ઉત્તેજનાનું મોજુ ફરી વળ્યું છે. 76મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ટૂંક સમયમાં શરૂ થવાનો છે. આ અઠવાડિયા સુધી ચાલનારી ઈવેન્ટમાં ઘણી ફિલ્મી હસ્તીઓ રેડ કાર્પેટ પર તેમની ફેશનને ફ્લોન્ટ કરતી જોવા મળશે.


આ પણ વાંચો:
Jioની ધુંઆધાર ઓફર! આ પ્લાન્સ સાથે Free મળી રહ્યો છે 40GB ડેટા
આ 4 રાશિના જાતકો ચેતી જજો! 2 મહિના ખુબ જ સાચવજો, બની રહ્યો છે અશુભ 'ષડાષ્ટક યોગ'
2 દિવસ બાદ 'મૃત્યુ પંચક'નો યોગ, ભૂલથી પણ 5 દિવસ સુધી ન કરતા આ કામ; નહીંતર પસ્તાશો!


માનુષી છિલ્લર પહેલા અનુષ્કા શર્માના કાન ફેસ્ટિવલમાં ડેબ્યુ કરવાના સમાચાર આવ્યા હતા. જો અહેવાલોનું માનીએ તો અનુષ્કા ફેસ્ટિવલના કાર્યક્રમનો ભાગ હશે જ્યાં સિનેમાની દુનિયાની મહિલાઓને સન્માનિત કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ ઈવેન્ટમાં અનુષ્કા શર્મા સાથે હોલીવુડની ફેમસ એક્ટ્રેસ કેટ વિન્સલેટ પણ હાજર રહેશે.


માનુષી છિલ્લરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે અક્ષય કુમારની સાથે ફિલ્મ પૃથ્વીરાજથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે માનુષી છિલ્લરની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. અહેવાલો અનુસાર, અભિનેત્રી હવે તેહરાન ફિલ્મમાં જોવા મળવાની છે. માનુષી છિલ્લર હાલમાં સોશિયલ મીડિયાથી લઈને ફિલ્મી દુનિયામાં ખૂબ જ એક્ટિવ છે.


જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube