Mithun Chakrabortyના પુત્ર મહાક્ષય પર લાગ્યો રેપનો આરોપ, પોલીસ ફરીયાદ નોંધાઈ
બોલીવુડ એક્ટર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ની પત્ની યોગિતા બાાલી (Yogita Bali) અને પુત્ર મહાક્ષય પર બળાત્કાર (Rape), ચીટિંગ અને જબરજસ્તી ગર્ભપાત (Abortion) કરાવવાનો કેસ મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે
નવી દિલ્હી: બોલીવુડ એક્ટર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ની પત્ની યોગિતા બાાલી (Yogita Bali) અને પુત્ર મહાક્ષય પર બળાત્કાર (Rape), ચીટિંગ અને જબરજસ્તી ગર્ભપાત (Abortion) કરાવવાનો કેસ મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ઓશિવર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ મામલો 15 ઓક્ટોબરના રોજ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- લગ્નની 8મી વર્ષગાંઠ પર રોમેન્ટિક થઇ Kareena Kapoor Khan, કહ્યું હેપ્પી મેરેજનું રાજ
પીડિતા એક મોડલ છે, પીડિતા અને મહાક્ષય (Mahaakshay) બંને એક બીજાને ઘણા વર્ષોથી ઓળખે છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાક્ષયની સાથે તે 2015થી રિલેશનશિપમાં હતી. મહાક્ષયે તે દરમિયાન તેને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો.
આ પણ વાંચો:- જાણીતા સિંગર Kumar Sanu થયા COVID-19નો શિકાર, સેલ્ફ આઇસોલેટમાં ચાલી રહી છે સારવાર
લગ્નની લાલચ આપી બાંધ્યો સંબંધ
મહિલાએ આરોપ લગાવ્યો છે કે, વર્ષ 2015માં મહાક્ષયે તેને ઘરે બોલાવી હતી. તેણે સોફ્ટ ડ્રિંકમાં કેફી પદાર્થ આપ્યો હતો. ત્યારબાદ મહાક્ષયએ તેની મરજી વિરૂદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં મહાક્ષય તેને લગ્ન કરવાની વાાત કરતો રહ્યો. આ રીતે તેને લાલચ આપી ઘણી વખત તેનો રેપ કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube