લગ્નની 8મી વર્ષગાંઠ પર રોમેન્ટિક થઇ Kareena Kapoor Khan, કહ્યું હેપ્પી મેરેજનું રાજ

બોલીવુડના પાવર કપલ ગણાતાં કરીના કપૂર ખાન (Kareen Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ના લગ્નને આજે આઠ વર્ષ પુરા થઇ ગયા છે. સૈફ અને કરીનાએ 16 ઓક્ટોબર 2012ના રોજ લગ્ન થયા હતા.

લગ્નની 8મી વર્ષગાંઠ પર રોમેન્ટિક થઇ Kareena Kapoor Khan, કહ્યું હેપ્પી મેરેજનું રાજ

નવી દિલ્હી: બોલીવુડના પાવર કપલ ગણાતાં કરીના કપૂર ખાન (Kareen Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ના લગ્નને આજે આઠ વર્ષ પુરા થઇ ગયા છે. સૈફ અને કરીનાએ 16 ઓક્ટોબર 2012ના રોજ લગ્ન થયા હતા. આ અવસર પર બેગમ કરીના કપૂર ખાને છોટે નવાબ સૈફ અલી ખાનને વિશ કરતાં ઇંસ્ટાગ્રામ પર એક સુંદર ફોટો શેર કર્યો છે. 

ફોટા સાથે તેમણે કેપ્શનમાં લખ્યું 'એક વખતની વાત છે, બેબો નામથી એક છોકરી સૈફૂ નામનો છોકરો હતો. બંનેને સ્પેગેટી અને વાઇનથી પ્રેમ હતો...અને બંને ખુશી ખુશી રહેવા લાગ્યા.'

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

તેમણે આગળ લખ્યું 'હવે તમને લોકોને હેપ્પી મેરેજનું રહસ્ય ખબર છે. તેમણે સ્માઇલીઝ સાથે સૈફ અલી ખાનને એનિવર્સરી વિશ કરી.

તમને જણાવી દઇએ કે કરીના કપૂર ખાન, સૈફ કરતાં દસ વર્ષ નાની છે. લગ્નને લઇને ખૂબ વિવાદ પણ થયો હતો. 2016માં કરીનાએ પોતાના પહેલાં બાળક તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો હતો. તાજેતરમાં જ કરીના કપૂર ખાને આ વાતની જાણકારી આપી હતી કે તે બીજા બાળકને જન્મ આપવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news