નવી દિલ્હી: એક મોડલે પોતાની જિંદગીની કહાની શેર કરતા જણાવ્યું છે કે તે માત્ર બાળકો પૈદા કરવા માટે પોતાના પતિની સાથે છે, જ્યારે રોમાંસ અને ફન માટે આજે પણ બોયફ્રેન્ડની સાથે રિલેશનશિપમાં છે. ડેઝી નામથી જાણીતી આ મોડલે એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તે અને તેનો પતિ ઓપન રિલેશનશિપમાં છે. ઓપન રિલેશનશિપનો અર્થ એ છે કે બંને પાર્ટનર અન્ય વ્યક્તિ સાથે રોમાન્સ કરી શકે છે અને તેને છેતરપિંડી તરીકે ગણવામાં આવતું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેઝીનું એવું પણ કહેવું છે કે તેનો પતિ અજાતીય છે (જે લોકોને સેક્સમાં ઓછો રસ હોય છે). ડેઝી વધુમાં જણાવે છે કે હું અવારનવાર મારા બોયફ્રેન્ડને મળું છું અને બંને સાથે ક્વોલિટી ટાઈમ વિતાવું છે. ડેઝી બે બાળકોની માતા છે અને ટૂંક સમયમાં ત્રીજા બાળકની માતા બનવા જઈ રહી છે. જો કે, તેણીએ કબૂલાત કરી છે કે ઓપન રિલેશનશિપના કારણે પરિસ્થિતિ થોડી અસ્વસ્થતાપૂર્ણ બની શકે છે.


1 રૂપિયાના સિક્કા લઈને શખ્સ પોતાના સપનાની બાઈક ખરીદવા પહોંચ્યો, સંઘર્ષમય કહાની વાંચીને તમે કહેશો વાહ!!


પતિ-પત્ની અને વો, જ્યારે બને એક પરિવાર
ડેઝીની કહાની જ્યાં એક બાજુ ઘણી જ અલગ છે, જ્યારે બ્રિટેનના પૂર્વ સસેક્સમાં રહેનાર એક થ્રુપલની કહાની પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ એક પતિ-પત્ની અને વોની કહાની છે, જે પરસ્પર સંમતિથી પરિવાર તરીકે એક સાથે રહે છે.


ટોમ હિલયાર્ડ, તેની પત્ની લેજલી અને ગર્લફ્રેન્ડ એમ્મા કુંબર. તેમના થ્રપલ રિલેશનશિપની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે ટોમે એક વાર મઝાક મઝાકમાં વધુ એક મહિલાને પોતાના સંબંધમાં સામેલ કરવાની વાત જણાવી હતી. ત્રણેય જણાં છેલ્લા 2 વર્ષથી સાથે રહે છે. ટોમની પત્ની લેજલી પણ એમ્મા સાથે પ્રેમ થઈ ગયો છે. ત્રણેય ઘરના કામકાજમાં સમાન રીતે ભાગ લે છે અને બિલ પણ શેર કરે છે.


iPhone 14 સીરિઝની કિંમતનો થયો ખુલાસો! iPhone 13 કરતા સાવ સસ્તો, ફેન્ચ પણ ચોંક્યા


બાયસેક્સ્યુઅલ લેજવી જણાવે છે કે થ્રપલને લઈને લોકોમાં અનેક પ્રકારના પૂર્વગ્રહો હોય છે. તેઓ હંમેશા તેને ક્રેઝી આઈડિયા તરીકે જુએ છે. પરંતુ તે સાચું નથી. અમે ત્રણેય એકબીજાના પ્રેમમાં છીએ. બીજા કોઈ કપલની જેમ જ. ફરક એટલો જ છે કે આપણે ત્રણ જણ છીએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube