નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાડીઝ (Jacqueline Fernandez) ઠગ સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar)  વિરૂદ્ધ 200 કરોડ રૂપિયાથી વધુના મની લોન્ડ્રીંગ કેસની તપાસ સંબંધમાં પૂછપરછ માટે સોમવારે ફરીથી ઇડી (ED) બોલાવવામાં આવી હતી. પરંતુ એક્ટ્રેસ હાજર થઇ ન હતી. એક્ટ્રેસએ હાજર ન થવાનું કારણ ઇડીને જણાવ્યું હતું. આ મામલે એક્ટ્રેસ નોરા ફતેહીને પણ 14 ઓક્ટોબરના રોજ પૂછપરછ કરી હતી. આ કેસ સાથે જોડાયેલી ઘણી બીજી મહત્વપૂર્ણ જાણકારીઓ સામે આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૈકલીન-નોરાને ગિફ્ટ કરી હતી મોંઘી ગાડી
કહેવામાં આવી રહ્યું છે કે તિહાડ જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ફિલ્મ અભિનેત્રી જૈકલિન ફર્નાંડીઝ (Jacqueline Fernandez) ને મોટી લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી. એટલું જ નહી સૂત્રોના જણાવ્યા અનુસાર એ પણ સામે આવ્યું છે કે સુકેશએ નોરા ફતેહી (Nora Fatehi) ને પણ લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી. હવે સુકેશ બંને અભિનેત્રીઓ માટે મોટા બંગલા ગિફ્ટ કરવાની તૈયારીમાં હતો. તેથી બંને અભિનેત્રીઓને ઇડી (ED) એ પૂછપરછ માટે બોલાવી રહી છે. 

Rupali Ganguly નથી અસલ Anupama, રિયલવાળી આગળ ફીક્કી છે અભિનેત્રી


એક્સટોર્શનના પૈસાથી ગિફ્ટ કરી હતી ગાડીઓ
આ ઉપરાંત સુકેશ (Sukesh Chandrashekhar) સાજિદ નડીયાદવાલાને પણ મોટી રકમ આપવાનો વાયદો કરી ચૂક્યો હતો. ઇડી (ED) સૂત્રોના અનુસાર એક્સટોર્શનના પૈસાથી આ ગાડીઓ ગિફ્ટ કરી હતી. ઇડી (ED) સૂત્રોના અનુસાર સુકેશ ચંદ્રશેખર પોતાની પત્ની અને મલયાલમ અભિનેત્રી લીન પોલને બોલીવુડ મૂવીમાં લોન્ચ કરવા માંગતો હતો. મદ્રાસ કૈફે મૂવીમાં લીનાને સુકેશે મોટી રકમ આપીને રોલ અપાવ્યો હતો. 

જાણિતા અભિનેતાએ ગર્લફ્રેંડને લગ્નનો ખોટો વાયદો કર્યો, પછી બળજબરીપૂર્વક કરાવ્યું Abortion


લીના પોલને બોલીવુડમાં લાવવા માંગતો હતો સુકેશ
સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) પોતાની પત્નીને બોલીવુડ લાવવા માટે ઘણા પ્રોડ્યૂસર્સ અને ડાયરેક્ટર્સ સાથે વાત કરી હતી. આ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર્સ પાસેથી પૈસાનું કોઇ ટેન્શન ન લેવા માટે કહ્યું હતું. સુકેશ (Sukesh Chandrashekhar) એ તિહાડ જેલમાં રહેવા માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. હવે સુકેશ (Sukesh Chandrashekhar) અને તેની પત્ની લીના ઇડી (ED) ના રિમાન્ડમાં છે. 


સુકેશ ચંદ્રશેખર અને લીના પોલ જેલમાં બંધ
તમને જણાવી દઇએ કે સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrashekhar) ને પોલીસે આ વર્ષે એટલે કે 2021 માં ધરપકડ કરી છે. જ્યાં સુકેશ પર જેલની અંદર જ બેસીને 200 કરોડો રૂપિયાની વસૂલીનું મોટું રેકેટ ચલાવવાનો આરોપ લગાવેલો છે. સુકેશને જેલમાંથી એક જાણિતા બિઝનેસમેનની પત્ની પાસે 500 કરોડની એક્સટોર્શનની માંગ કરી હતી. પોલીસે જ્યારથી કેસને સમજતાં જેલમાં રેડ કરી તો સુકેશના સેલમાંથી તેમને 2 મોબાઇલ ફોન પણ મળ્યા હતા. સુકેશની પત્ની લીલા પોલ પણ આ મામલે જેલમાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube