Rupali Ganguly નથી અસલ Anupama, રિયલવાળી આગળ ફીક્કી છે અભિનેત્રી

Anupamaa ટીવીનો સૌથી લોકપ્રિય શો છે અને લોકોને તેના તમામ પાત્ર ખૂબ પસંદ છે, પરંતુ સૌથી વધુ અનુપમાનું પાત્ર પ્રિય છે, જેને રૂપાળી ગાંગુલી (Rupali Ganguly) ભજવી રહી છે. આ શો ટીઆરપીના મામલે પણ સૌથી આગળ રહે છે અને તમામનું દિલ જીતી રહ્યું છે. હવે એવામાં અમે તમને જણાવીશું કે શોમાં જોવા મળી રહેલી અનુપમા, હકિકતમાં અનુપમા નથી તો તમને થોડો આંચકો જરૂર લાગશે. તમે આશ્વર્યમાં પડી જશો કે આ વાતનો શું મતલબ છે? તમે અલગ-અલગ અટકળો લગાવવા લાગશો કે શું આ પહેલાં કોઇ બીજી અભિનેત્રી અનુપમાનું પાત્ર ભજવી રહી હતી અથવા આવવાની છે? તો એવામાં અમે તમને જણાવી દઇએ કે અમે આમ કેમ કહી રહ્યા છીએ. 

ઇંદ્રાણી છે અસલ અનુપમા

1/6
image

અસલી અનુપમા (Anupama) રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) નહી પરંતુ કોઇ બીજું છે. રૂપાલી ગાંગુલી પહેલાં આ પાત્ર ઇંદ્રાણી હલદર (Indrani Haldar) એ ભજવ્યું છે. તમે ફરી વિચારવા લાગ્યા કે ઇંદ્રાણી શોમાં ક્યારેય જોવા ન મળી? જોકે 'અનુપમા' ટીવી સીરિયલની ઓરિજનલ કહાની 'શ્રીમોઇ' ટીવી સીરિયલ પરથી લેવામાં આવી છે. એટલે કે 'અનુપમા' 'શ્રીમોઇ'ની રીમેક છે.   

શ્રીમોઇમાં ઇંદ્રાણીનું પાત્ર

2/6
image

'શ્રીમોઇ' (Shrimoi) માં અનુપમા (Anupama) નું હિટ પાત્ર ઇંદ્રાણી હલદર (Indrani Haldar) એ ભજવ્યું છે, જો કે નવી અનુપમાની માફક જ ખૂબ હિટ રહી. તમને જણાવી દઇએ કે 'શ્રીમોઇ' (Shrimoi) એક બંગાળી સિરિયલ છે જેનું પ્રસારણ સ્ટાર જલશા પર થઇ રહ્યું છે. તેનું પ્રીમિયર 10 જૂન 2019 ના રોજ થયું હતું અને સીરિયલમાં 'શ્રીમોઇ' (Shrimoi) નું પાત્ર ઇંદ્રાણી હલદર ભજવી રહી છે. 

ઇંદ્રાણીના નામે છે ઘણા એવોર્ડ્સ

3/6
image

ઇંદ્રાણી હલદર (Indrani Haldar) ભારતીય એક્ટ્રેસ હોવાની સાથે-સાથે બંગાળી સિનેમાની એક્ટિવ એક્ટ્રેસ છે. બંગાળી ઇંડસ્ટ્રીમાં તેમનું કામ ખૂબ પસંદ કરવામાં આવે છે. એકટ્રેસને એકવાર નેશનલ એવોર્ડ, ત્રણ બીએફજેએ પુરસ્કાર અને બે આનંદલોક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. 

આ શોથી કરી હતી શરૂઆત

4/6
image

વર્ષ 1986માં ઇંદ્રાણી હલદર (Indrani Haldar) એ એક બંગાળી સીરિયલમાં કામ કર્યું હતું. આ સાથે જ તેમણે એક્ટિંગની દુનિયામાં પગ માંડ્યો હતો. તે ટીવી સીરીઝ 'તેરો પરબોન' માં કામ કરતી જોવા મળી હતી. ઇંદ્રાણીએ ઘણી ફિલ્મો, ટીવી શો અને ટેલીફિલ્મ્સમાં પણ કામ કર્યું છે. 

'મા શક્તિ' માં ભજવ્યો મહત્વપૂર્ણ રોલ

5/6
image

ઇંદ્રાણી હલદર (Indrani Haldar) એ બીઆર ચોપડાના શો 'માં શક્તિ'માં મહત્વપૂર્ણ પાત્ર ભજવ્યું હતું. તે ઘણા હિંદી ટીવી શોઝમાં કામ કરી ચૂકી છે. હિંદી ઇંડસ્ટ્રીમાં કામ કરવા માટે તે વર્ષ 2008 માં મુંબઇ આવી ગઇ હતી. વર્ષ 2013 સુધી તે હિંદી ઇંડસ્ટ્રીમાં કામ કરતી જોવા મળી હતી. 

ઇંદ્રાણી હલદરએ આ બોલીવુડ સ્ટાર્સ સાથે પણ કર્યું કામ

6/6
image

ઇંદ્રાણી હલદર (Indrani Haldar) એ બોલીવુડ સ્ટાર મિથુન ચક્રવતી સાથે તેમની ફિલ્મ 'ભૈરવ' માં પણ કર્યું છે. બંગાળી ઇંડસ્ટ્રીમાં ઇંદ્રાણી હલદર (Indrani Haldar) ના કામની તુલના મોટાભાગે ઋતુપર્ણા સેનગુપ્તા અને દેબોશ્રી રોય સાથે કરવામાં આવે છે. જે બંગાળી ઇંડસ્ટ્રીની પોપુલર અભિનેત્રી છે ઇંદ્રાણી એક બંગઍળી ફિલ્મમાં રાની મુખર્જી સાથે કામ કરી ચૂકી છે.