નવી દિલ્હી : એક સમયે બોલિવૂડમાં મસાલા અને ફિક્સ્ડ પેટર્ન પર ફિલ્મો બનતી હતી. જોકે લેટેસ્ટ ફિલ્મ 'બધાઇ હો'ની સ્ટોરી એકદમ હટકે છે અને આ સ્ટોરી જ ફિલ્મને ખાસ બનાવે છે. આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે 'કન્ટેન્ટ ઇઝ ધ કિંગ'.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ફિલ્મ : બધાઇ હો બધાઇ

  • ડિરેક્ટર : અમિત શર્મા

  • કાસ્ટ : આયુષ્યમાન ખુરાના, સાન્યા મલ્હોત્રા, નીના ગુપ્તા, ગજરાત રાવ, સુરેખા સિકરી, શીબા ચડ્ડા

  • સ્ટાર : 4 સ્ટાર


ફિલ્મની શરૂઆત થાય છે મેરઠના મધ્યમવર્ગીય પરિવારથી. આ પરિવાર દિલ્હીની લોધી કોલોનીમાં રહે છે. બે યુવાન દીકરાઓની માતા પ્રિયંવદા કૌશિક (નીના ગુપ્તા) હાઉસવાઇફ છે અને પતિ જિતેન્દ્ર કૌશિક (ગજરાજ રાવ) રેલવેમાં ટીટી છે. તે લગભગ રિટાયર્ડ થવાની તૈયારીમાં હોય છે ત્યારે પ્રિયંકદા પ્રેગનન્ટ થઈ જાય છે. પ્રિયંવદાની પ્રેગનન્સી લોકોમાં ચર્ચાનો મુદ્દો બની જાય છે. આ પ્રેગનન્સીને કારણે આખો પરિવાર શરમમાં મુકાઈ જાય છે અને પછી કોમેડી સિચુએશન ઉભી થાય છે. 


ફિલ્મના લેખક અક્ષત ઘિલડિયલ અને નિર્દેશક અમિત શર્માએ એક મજબૂત વિષયની પસંદગી કરી છે. ફિલ્મમાં લેખકે કોઈ જ્ઞાનના એકસ્ટ્રા ડોઝ વગર સંવેદનશીલ રીતે વાર્તાને ન્યાય આપ્યો છે. ફિલ્મના નાના-નાના પાત્રોએ પણ મજબૂત એક્ટિંગ કરી છે. અમુક સિચુએશનમાં તો આ પાત્રો સંવાદ બોલ્યા વગર જ દર્શકોને હસાવવામાં સફળ સાબિત થયા છે. 


એક્ટિંગની વાત કરીએ તો આયુષ્યમાન સ્ક્રિપ્ટની પસંદગીમાં માસ્ટર સાબિત થયો છે અને તેની દરેક ફિલ્મની વાર્તા મજબૂત સાબિત થાય છે. જોકે આ ફિલ્મ હકીકતમાં છે નીના ગુપ્તા અને ગજરાજ રાવની. ફિલ્મને તેમણે જાનદાર એક્ટિંગથી અલગ જ ઉંચાઈએ પહોંચાડી દીધી છે. નીનાએ પોતાની બીજી ઓપનિંગમાં જબરદસ્ત ઓપનિંગ કરી છે. 


ફિલ્મનું સરપ્રાઇઝ પેકેજ છે દાદીના પાત્રમાં જોવા મળેલી એક્ટ્રેસ સુરેખા સિકરી. આ ફિલ્મમાં તેણે સાસુનું જબરદસ્ત પાત્ર ભજવ્યું છે. 'દંગલ ગર્લ' સાન્યા મલ્હોત્રા આ ફિલ્મમાં સારી લાગે છે અને તેની સ્ક્રિન પ્રેઝન્સ પડદા પર સારી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...