Review : કેવી છે આજે રિલીઝ થયેલી વાય ચીટ ઇન્ડિયા? જાણવા માટે કરો ક્લિક...
આજે ઇમરાન હાશ્મીને મુખ્ય રોલમાં ચમકાવતી `વાય ચીટ ઇન્ડિયા` રિલીઝ થઈ છે
ફિલ્મ : વાય ચીટ ઈન્ડિયા
કલાકારો : ઈમરાન હાશ્મી, શ્રેયા ધનંવતરી
ડિરેક્ટર : સૌમિક સેન
રેટિંગ : પાંચમાંથી ત્રણ સ્ટાર
આજે ઇમરાન હાશ્મીને મુખ્ય રોલમાં ચમકાવતી 'વાય ચીટ ઇન્ડિયા' રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં શિક્ષણ જગતના સળગતા સવાલોને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. આ પહેલાં પણ બોલિવૂડમાં શિક્ષણના મુદ્દાને આવતી લેતી ‘તારે ઝમીન પર’, ‘થ્રી ઈડિયટ્સ’, ‘આરક્ષણ’, ‘નિલ બટે સન્નાટા’, ‘ચોક એન્ડ ડસ્ટર’ અને ‘હિન્દી મીડિયમ’ જેવી ફિલ્મો બની છે પણ 'વાય ચીટ ઇન્ડિયા'માં શિક્ષણ જગતમાં ચિટિંગ જેવા મુદ્દાને પહેલીવાર સ્પર્શ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી બોલિવૂડમાં સીરિયલ કિસરની ઇમેજ ધરાવતા ઈમરાન હાશ્મીએ અલગ ઇમેજ ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે.
શું છે વાર્તા ?
આ ફિલ્મની વાર્તા રાકેશ સિંહ ઉર્ફ રોકી (ઈમરાન હાશ્મી) જેવા વ્યક્તિની છે, જે પોતાના પરિવાર અને સપનાઓના ભાર તળે દબાઈને એવા ખોટા રસ્તા પર નીકળી પડે છે, જેને તે માત્ર પોતાના નહીં બીજાના માટે પણ સાચો માને છે. રાકેશ એજ્યુકેશન સિસ્ટમની અંદર સુધી પગ પેસારી ચૂક્યો છે. તે શિક્ષણ વ્યવસ્થાની ખામીઓઓનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. ગરીબ હોંશિયાર બાળકોની બુદ્ધિ અને યોગ્યતાનો તે ઉપયોગ કરે છે. તે ગરીબ યોગ્ય બાળકોને અમીર ઠોઠ બાળકો માટે એક્ઝામમાં બેસાડે છે અને અમીરો પાસેથી ખૂબ પૈસા વસૂલે છે. ગરીબ બાળકોને પૈસા આપી રાકેશ અપરાધબોધથી મુક્ત રહે છે. તેનો એક શિકાર સત્તૂ (સ્નિગ્ધાદીપ ચેટરજી) બને છે અને તેની બહેન (શ્રેયા ધન્વંતરી) પણ તેના પ્રભાવમાં આવે છે.
શું છે ખાસ ?
ફિલ્મની સ્ટોરી ખાસ અને અલગ છે. આ સ્ટોરીને ઇમરાન ખાનની મજબૂત એક્ટિંગ તેમજ લેખક-ડિરેક્ટરની પકડે મજબૂત ટેકો આપ્યો છે. એજ્યુકેશન સિસ્ટમમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનું દરેક આવરણ ખોલે છે. તેમણે સિસ્ટમની અંદરની ખામીઓની સાથે બાળકો પણ ડોક્ટર, એન્જિનિયર, MBA બનવાના દબાણનું રિયાલિસ્ટિક ચિત્રણ કર્યું છે.
આ રહી નબળી કડી
આ ફિલ્મનો સ્ક્રીનપ્લે થોડો મજબૂત હોત તો ફિલ્મ અને વાર્તાને વધારે સારી રીતે કહી શકાઈ હોય અને મેસેજ વધુ ધારદાર બનાવી શકાયો હો. ઈન્ટરવલ બાદ ફિલ્મની પકડ થોડી છૂટી જાય છે. પ્રી ક્લાઈમેક્સ રસપ્રદ છે પણ ક્લાઈમેક્સને થોડો ઢીલો છે.
જોવાય કે નહીં ?
જો તમને શિક્ષણ જગતના મુદ્દાઓ સ્પર્શતા હોય તો એકવાર આ ફિલ્મ ચોક્કસપણે જોવી જોઈએ.