નવી દિલ્હી: અભિનેત્રી રાય લક્ષ્મી (Raai Laxmi) હાલ ઇન્ટરનેટ પર છવાયેલી છે. રાય લક્ષ્મીએ પોતાની સગાઇની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જણૅઅવ્યું કે તે જલદી જ પોતાના પાર્ટનરની સાથે સાત જન્મોના બંધનમાં બંધાવા જઇ રહી છે. રાય લક્ષ્મીએ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને આ વાતની જાહેરાત કરી છે. રાય લક્ષ્મીની આ સોશિયલ પોસ્ટ પર ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે અને તેમને આગામી જીવન માટે શુભેચ્છાઓ આપી રહ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાય લક્ષ્મીએ લખી આ પોસ્ટ
રાય લક્ષ્મી (Raai Laxmi) એ પોસ્ટમાં લખ્યું, 'થોડા સમયથી લોકો મને પ્રશ્ન પૂછી રહ્યા છે, એટલા માટે હું તેમને જવાબ આપી રહી છું. પહેલી વાત તો એ છે કે હું મારો સંબંધ છુપાવી રહી નથી. મને લાગે છે કે તેનાથી કોઇને મતલબ ન હોવો ન જોઇએ કે મારી જીંદગીમાં શું ચાલી રહ્યું છે? તેની સાથે-સાથે હું પ્રાઇવેસી ઇચ્છું છું. જી હાં અમે લોકોએ કેટલાક નજીકના મિત્રોને આમંત્રણ મોલક્યું છે. હું 27 એપ્રિલ 2021 ના દિવસે સગાઇ કરી રહી છું. આ બધુ અચાનક થયું છે, મારો પરિવાર ખુશ છે. હું પણ તે માણસની થવા માટે તૈયાર છું, જેની સાથે મારી જીંદગી પસાર કરવાની છે. 

મોટો નિર્ણય: હવે રાત્રિ કરર્ફ્યૂ ઉપરાંત બપોરે પણ બજારો રહેશે બંધ


રાજ્યના એસટી વાહન વ્યવહાર નિગમ દ્વારા લેવાયો મોટો નિર્ણય, આ રૂટની બસો થઇ બંધ


રાય લક્ષ્મીએ કહી હતી આ વાત
ઇન્ડીયન એક્સપ્રેસમાં છપાયેલા એક સમચાર અનુસાર 'Julie 2' ના પ્રમોશન દરમિયાન રાય લક્ષ્મી (Raai Laxmi)એ કહ્યું હતું, 'આ વિશે વાત કરવાનું બંધ કરવું જોઇએ. આ ઘણા વર્ષો પહેલાંની વાત છે. હવે તે પરિણિતા છે અને તેની એક બાળકી પણ છે. આજની દુનિયામાં દરેકને બધી વાતો ખબર છે. તમે આજે કોઇને મળો છો અને બની શકે કે થોડા દિવસો પછી તે સંબંધ તૂટી જાય. આ જીવનની રીત છે, જ્યારે વસ્તુઓ યોગ્ય ન ચાલતી હોય તો તમારે આગળ વધવું પડે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube