નવી દિલ્હી : અભિનેત્રી પાયલ રોહતગી છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે. પાયલ સતત પોતાના ટ્વીટર પર અનેક મુદ્દે વીડિયો શેર કરતી રહે છે. પાયલની એક પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે જેમાં જેમાં તે મુંબઇ પોલીસ અંગે ટીપ્પણી કરતી જોવા મળી રહી છે. મુંબઇ પોલીસે પાયલના ટ્વીટર એકાઉન્ટને બ્લોક કરી દીધું છે, ત્યાર બાદ અભિનેત્રીનો ગુસ્સે ભડકી ઉઠ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાયલની આ પોસ્ટ બાદ તેના સપોર્ટર્સ મુંબઇ પોલીસને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માનવતા માટે ભારતીય સેના તોડશે પ્રોટોકોલ, પાક. સેનાને સોંપાશે બાળકનું શબ
પાયલે મુંબઇ પોલીસને ટેગ કરતા લખ્યું કે, મુંબઇ પોલીસે મને બ્લોક કરી છે ? મને હવે આ દેશમાં રહેતા પણ ગભરામણ થાય છે. પોલીસ મારી સાથે આવો પક્ષપાત કઇ રીતે કરી શકે. હવે મને ખબર પડી રહી છે કે મારો પરિવાર મને હિંદુઓનો પક્ષ લેતા શા માટે અટકાવે છે. 


ભારતીય ટીમ હાર્યા બાદ કાશ્મીરમાં દેશદ્રોહીઓની ઉજવણી, પાક. ઝીંદાબાદના નારા લાગ્યા
કર્ણાટકનું કોકડુ ગુંચવાયુ: સ્પીકરે કહ્યું સુપ્રીમ કોર્ટ મને આદેશ ન આપી શકે
અત્રે ઉલ્લેખનીય છે કે, પાયલ રોહિતગીનું બોલિવુડ કેરિયર વધારે ચાલ્યું નહી પરંતુ સોશિયલ મીડિયા પર પાયલ ખુબ જ એક્ટિવ રહે છે. ગત્ત દિવસોમાં પાયલ પોતાની નિવેદનબાજી મુદ્દે સમાચારોમાં છે. મક્કલ નીધિ મૈયમ (એમએનએમ)ના સંસ્થાપક કમલ હાસન થી માંડીને સીનિયર અભિનેત્રી શબાના આઝમી સુધી પાયલ કટ્ટરવાદીઓ પર નિશાન સાધુ ચીકી છે.


જલ્દી જ ભાડા કરારનો નવો કાયદો આવશે, મકાન માલિક-ભાડૂઆત બંનેને થશે તગડો ફાયદો
બીજી તરફ સ્વરા ભાસ્કર અંગે પણ પાયલે કહ્યું હતું કે, સ્વરા આંટી પોતે ફેમિનિઝમના સમર્થક કહે છે. સાથે જ કોંગ્રેસ, આપ અને સીપીઆઇ ઉમેદવાર કનૈયા કુમારને સપોર્ટ કરી રહી છે. ગજબનું સમર્થન છે. પાયલ ટ્વીટર પર મુક્ત પણે ભાજપનું સમર્થન કરે છે અને કોંગ્રેસની ઝાટકણી કાઢવામાં પાછી પણ નથી હટતી.