રણવીર સિંહના ઘરે પહોંચી મુંબઇ પોલીસ, આ કેસમાં પૂછપરછ માટે હાજર થવા આપ્યો આદેશ
Ranveer Singh Photoshoot: ન્યુડ ફોટોશૂટ મામલે લાગે છે કે રણવીર સિંહની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. કેમ કે, ફરી આ મામલાએ જોર પકડ્યું છે અને મુંબઇ પોલીસે એક્ટરને પૂછપરછ માટે હાજર થવાનો આદેશ આપ્યો છે.
Ranveer Singh Photoshoot: રણવીર સિંહે જ્યારથી ન્યુડ ફોટોશૂટ કરાવ્યો છે ત્યારથી તે ઘણો ચર્ચામાં છે. કેટલાક લોકો તેનો આ અંદાજ ખુબ જ પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેની આ હરકતથી નારાજ છે. રણવીર સિંહની સામે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને હવે આ મામલે શુક્રવારના મુંબઇ પોલીસ એક્ટરના ઘરે પહોંચી જ્યાં રણવીર હાજર ન હતો. તેથી મુંબઇ પોલીસ પરત ફરી હતી.
પૂછપરછ માટે રણવીરને થવું પડશે હાજર
શુક્રવારના મુંબઇ પોલીસ એક્ટર રણવીર સિંહના ઘરે પહોંચી જ્યાં ખબર પડી કે તે શહેરમાં નથી. તેથી પોલીસ પરત ફરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, રણવીરના પરત ફરતા જ તેને નોટીસ આપવા માટે ફરથી મુંબઇ પોલીસ તેના ઘરે જશે. કહેવામાં આવી રહ્યું છે કે 22 ઓગસ્ટથી પહેલા રણવીરને પોલીસની સામે પૂછપરછમાટે હાજર થવું પડશે.
ઉફફ... ઉર્ફી જાવેદે આ શું પહેરી લીધું, કપડા જોઇને તમે કહેશો હવે શું બાકી રહ્યું!
તમને જણાવી દઈએ કે, રણવીરે જૂલાઈ મહિનામાં કોઈ મેગેઝિનના કવર પેજ માટે ન્યુડ ફોટોશૂટ કરાવ્યો હતો જે બાદ તે એકાએક ચર્ચામાં આવ્યો હતો. જેમણે પણ આ તસવીરોને જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કેમ કે રણવીરનો આવો અંદાજ પહેલા ક્યારે જોયો ન હતો. રણવીર આ તસવીરમાં ફૂલી ન્યૂડ હતો.
સામાન્ય જનતાને મોટી રાહત, દેશમાં રિટેલ મોંઘવારી દરમાં મોટો ઘટાડો
રણવીર સિંહે ત્યારબાદ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ઇચ્છે તો 1000 લોકો સામે પણ ન્યુડ થઈ શકે છે કેમ કે, તેને તેનાથી કોઈ ફરક પડતો નથી પરંતુ જો તે એવું કરશે તો લોકો જરૂર અગવડતા અનુભવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube